પોતાનો લેટેસ્ટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી, ‘ફૅશન વિથ ચૂડા વાઇબ`
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રકુલ પ્રીત સિંહે તેનો લેટેસ્ટ ફોટો શૅર કર્યો છે જેમાં તે વાઇટ આઉટફિટમાં છે અને લગ્ન વખતની ચૂડા સેરેમનીમાં પહેરેલો પિન્ક ચૂડા પણ દેખાય છે. હાથમાં હજી પણ મેંદીનો રંગ છે. રકુલનો આ ફોટો ખરેખર મોહિત કરનારો છે. ૨૧ ફેબ્રુઆરીએ રકુલ અને જૅકી ભગનાણીનાં લગ્ન ગોવામાં થયાં હતાં.
સિખ અને સિંધી રિવાજ પ્રમાણે તેમનાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ બન્નેએ અમ્રિતસરના ગોલ્ડન ટેમ્પલ અને ગુવાહાટીના કામાખ્યાદેવીના દર્શન કર્યાં હતાં. પોતાનો લેટેસ્ટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી, ‘ફૅશન વિથ ચૂડા વાઇબ.’