શાહરુખ ખાન સાથેની ફિલ્મનાં ૧૪ વર્ષ થતાં ફરહાન અખ્તરે કહ્યું...
ડૉન
‘ડૉન’ની રિલીઝનાં ૧૪ વર્ષ પૂરાં થતાં ડૉનના જ અંદાજમાં ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે ડૉન કો ભૂલ જાના નામુમકિન હૈ. આ ફિલ્મમાં શાહરુખ ખાન, કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપડા જોનસ, બમન ઈરાની, અર્જુન રામપાલ, ઈશા કોપ્પીકર અને ઓમ પુરી જેવા કલાકારો જોવા મળ્યાં હતાં. ફિલ્મને ફરહાને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ ૧૯૭૮માં આવેલી અમિતાભ બચ્ચનની ‘ડૉન’ની રીમેક હતી. શાહરુખની ‘ડૉન’માં લોકોને નવું જ રૂપ જોવા મળ્યું હતું. આ નવી ‘ડૉન’નો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફરહાને કૅપ્શન આપી હતી કે ‘ડૉન કો યાદ રખના ઝરૂરી નહીં, ક્યૂં કિ ડૉન કો ભૂલ જાના નામુમકિન હૈ.’

