પરંતુ... ટાઇટલ શું રાખવું એની મૂંઝવણ છે
ફાઇલ તસવીર
ફરહાન અખ્તરની ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી. ઝોયા અખ્તરે ડિરેક્ટ કરેલી એ ફિલ્મમાં હૃતિક રોશન, કૅટરિના કૈફ, ફરહાન અખ્તર અને અભય દેઓલ લીડ રોલમાં હતાં. ફરહાનનું કહેવું છે કે એ ફિલ્મની સીક્વલ બને એવી લોકોની સતત ડિમાન્ડ હોય છે. એ વિશે ફરહાન કહે છે, ‘આ ફિલ્મના ટાઇટલમાં અમે ‘દોબારા’ શબ્દનો ઉપયોગ કરી લીધો છે. એથી હવે બીજા પાર્ટનું નામ શું રાખવું? અમારી પાસે સ્ટોરી છે, પરંતુ ટાઇટલ નથી. એથી અમે મૂંઝાઈ ગયા છીએ. ફિલ્મમેકિંગના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે. અમે બધા એની સીક્વલ બનાવવા માગીએ છીએ. આશા છે કે ઝોયા અખ્તર સીક્વલ માટે કાંઈક આઇડિયા લઈને આવશે.’

