આ ફિલ્મ માટે શાહરુખને પચીસ હજાર રૂપિયા અને ફારાહને ૩૦ હજાર રૂપિયા મળ્યા હતા
ફારાહ ખાન અને શાહરુખ ખાન
શાહરુખ ખાનને તેની ૧૯૯૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કભી હાં કભી ના’ માટે ફારાહ ખાન કુંદર કરતાં ઓછા પૈસા મળ્યા હતા. આ ફિલ્મનાં ગીતોને ફારાહે કોરિયોગ્રાફ કર્યાં હતાં. આ ફિલ્મ માટે શાહરુખને પચીસ હજાર રૂપિયા અને ફારાહને ૩૦ હજાર રૂપિયા મળ્યા હતા. આ ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ શાહરુખ અને ફારાહ બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા છે. ફારાહની ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘મૈં હૂં ના’માં શાહરુખે કામ કર્યું હતું. ‘કભી હાં કભી ના’ વિશે ફારાહ કહે છે, ‘એ ફિલ્મનું બજેટ ખૂબ ઓછું હતું. એ ફિલ્મ માટે શાહરુખને પચીસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. એ ફિલ્મ માટે મને સૌથી વધારે પૈસા મળ્યા હતા. મને એક ગીત માટે પાંચ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા અને ફિલ્મમાં છ ગીત હતાં. એથી મને ૩૦ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ફિલ્મ માટે અમને અસિસ્ટન્ટ પણ પોસાય એમ નહોતું. ફિલ્મનું ‘આના મેરે પ્યાર કો’ માટે અમે ગોવાના લોકોને સતત દેખાડતા હતા.’