પેડ્રો પાસ્કલે ‘વન્ડર વુમન 1984’ અને ‘ધ બબલ’ જેવી ફિલ્મોની સાથે કેટલીક ટેલિવિઝન સિરિયલ્સમાં પણ કામ કર્યું છે
હૉલીવુડના પેડ્રો પાસ્કલ સાથે જિમી શેરગિલની સરખામણી કરી ફૅને
હૉલીવુડ સ્ટાર પેડ્રો પાસ્કલની સરખામણી જિમી શેરગિલના એક ફૅને કરી છે. પેડ્રો પાસ્કલે ‘વન્ડર વુમન 1984’ અને ‘ધ બબલ’ જેવી ફિલ્મોની સાથે કેટલીક ટેલિવિઝન સિરિયલ્સમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ જિમીને મૂછવાળા લુકમાં જોવામાં આવ્યો હતો. એ લુકવાળો ફોટો અને પેડ્રો સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને એક ફૅને ટ્વીટ કર્યું કે ‘મારી મમ્મી કહે છે કે પેડ્રો પાસ્કલ જિમી શેરગિલ જેવો દેખાય છે. આ સાંભળીને હું હવે કન્ફ્યુઝ્ડ છું.’ તેના આ ટ્વીટ પર રિપ્લાય આપતાં જિમીએ લખ્યું કે તેમને મારી શુભકામનાઓ આપજે.

