ફિલ્મમાં અંશુમન ઝાના પિતાના રોલમાં મિલિંદ સોમણ દેખાશે
મિલિંદ સોમણ
મિલિંદ સોમણનું કહેવું છે કે ફિલ્મમાં ભલે કોઈ મેસેજ ન હોય, પરંતુ એને જોનારા લોકો માટે એ એક ખાસ અનુભવ હોવો જોઈએ. તેની ‘લક્કડબઘ્ઘા’ ૧૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. એમાં તેની સાથે રિદ્ધિ ડોગરા અને અંશુમાન ઝા પણ જોવા મળશે. આ ફિલ્મમાં અંશુમન ઝાના પિતાના રોલમાં મિલિંદ સોમણ દેખાશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મ વિશે મિલિંદ સોમણે કહ્યું કે ‘મારા માટે ફિલ્મ એક અનુભવ હોવો જોઈએ. માત્ર એક મેસેજ હોય એટલું પૂરતું નથી. એવો અનુભવ કે જેમાં તાજગી હોય, નવાપણું હોય અને કંઈક એવું કે જે કદી પણ ન જોયું હોય. નહીં તો એ અનુભવ નહીં રહે. સ્ટોરીને, એનાં પાત્રોને અને એની આસપાસની બાબતોને કંઈક નવાપણા સાથે રજૂ કરવી જોઈએ. તમે ભલે એને લગતો મેસેજ પોતાની સાથે લઈ જાઓ કે પછી એમાંથી કોઈ મેસેજ મેળવો છો એ પછીની વાત છે.’

