Exclusive Interview : અમિતાભ કહે છે, જીવનનું બીજું નામ છે ચમત્કાર!
ADVERTISEMENT
તમારી અત્યાર સુધીની વિશાળ કરીઅરને જોઈને તમને ક્યારેય કંઈ ચમત્કારિક લાગ્યું છે? એવી ચીજો કે જે તમે કદી એક્સપેક્ટ ન કરી હોય?
જીવન ખુદ એક ચમત્કાર છે. કોઈ એનાથી વધુ આશા બીજી શાની રાખે? હું હજી જીવતો છું, હજી કામ મેળવી શકું એટલો ભાગ્યશાળી છું, હજી એવા લોકો છે જેઓ મારું ભલું ઇચ્છે છે અને તમારા જેવા લોકો મારો ઇન્ટરવ્યુ કરવા ઇચ્છે છે એ બધી જ હકીકતો મારા માટે મિરૅકલ જ છે.
બૉલીવુડમાં ટેક્નોલૉજી અને બીજી ઘણી બાબતોમાં થયેલા ધરખમ ફેરફારોને તમે નજરે નિહાYયા છે. એવી કોઈ ચીજ છે જેના વિશે તમને લાગતું હોય કે કાશ, જ્યારે હું સ્ટ્રગલ કરતો હતો ત્યારે અથવા તો કરીઅરના ઉત્તુંગ શિખર પર હતો ત્યારે આવાં પરિવર્તનો થઈ ગયાં હોત તો સારું થાત?
હા, ટેક્નોલૉજી ઘણી ચેન્જ થઈ ગઈ છે. સમય પણ ઘણો બદલાયો છે. જોકે જ્યારે તમે કૅમેરાની સામે આવો છો ત્યારે જે-તે દૃશ્ય માટે તમારા ડિરેક્ટર દ્વારા અપાયેલા ડિરેક્શનનું તમારું ઇન્ટરપ્રિટેશન શું છે એના સિવાય કંઈ જ મહત્વનું નથી રહેતું.
દરેક દાયકા અને ચોક્કસ પિરિયડના કલાકારો હંમેશાં ફેવરેબલ રહેવાના, કેમ કે તમારા સમય દરમ્યાન ઘણુંબધું ચેન્જ થઈ ગયું હોય છે. એનો લાભ પહેલાંના લોકોને નથી મYયો હોતો. એ છતાં તેમણે જે કામ આપ્યું હોય એને કારણે એ તમારા આદર્શ બની જાય છે. એટલે આપણે આવી કોઈ વિશ રાખવી ન જોઈએ. બદલાતા સમય સાથે આપણને સુવિધાઓ મળતી જતી હોય છે અને એને આવકારવી જોઈએ.
બૉલીવુડના રિસ્પેક્ટેડ અને સિનિયર મેમ્બર તરીકે તમે અત્યારે આપણા દેશને જે રીતે રિપ્રેઝન્ટ કરો છો એના ઉપરાંત બીજી કોઈ રીતો અપનાવવા ઇચ્છો ખરા?
મને લાગે છે કે હું અત્યારે જે થોડુંક કરી રહ્યો છું એનાથી ખુશ છું. મને મારો દેશ ખૂબ પ્યારો છે. જે આપણા સૌનો છે, આપણો દેશ થર્ડ વર્લ્ડનો ગણાય એના કરતાં એની ગણના ફસ્ર્ટ વર્લ્ડ નેશન્સમાં થાય એ રીતે એને સતત વિકસતો જોવાની ઇચ્છા કદાચ મારા એકલાની નહીં, પ્રત્યેક ભારતીયની હશે.
તમે તમારી કરીઅર ખૂબ ઉત્સાહ અને સમર્પિતતા સાથે આગળ વધારી રહ્યા છો, પણ જ્યારે તમે આત્મનિરીક્ષણ કરતા હો ત્યારે એવી કોઈ ચીજ છે જેમાં સુધારો કરવા જેવો લાગે? અથવા જો તમને ચૉઇસ આપવામાં આવે તો અમુક ચીજો થોડીક અલગ રીતે કરવાનું પસંદ કરો?
રોજેરોજ અને પ્રત્યેક ક્ષણે હું મારી જિંદગીનાં તમામ પરિમાણોમાં સુધારો કરતો રહું છું. જોકે અમુક-તમુક ચીજો જરાક જુદી રીતે કરવાનું કદાચ મને નહીં ગમે, કેમ કે એમ કરવાથી તો મને મારી જે-તે સમયે થયેલી ભૂલમાંથી શીખવાનો મોકો નહીં મળે.
જીવન અને કરીઅરના આ તબક્કે તમને કઈ બાબતોથી ખૂબ સંતોષ અનુભવાય છે?
હું કદી સંપૂર્ણ સંતોષ અનુભવવા નથી લાગતો એ બાબતથી.
આટલાં વર્ષોમાં તમારી સફળતા અને આનંદની વ્યાખ્યામાં કોઈ ફરક પડ્યો?
સફળતાને સમજાવવા માટે મારી પાસે કોઈ વ્યાખ્યા નથી. હૅપીનેસ સબ્જેક્ટિવ છે ને એની મારી પોતાની સમજણ છે જે હું જાહેર કરવા નથી માગતો.
- શુભા શેટ્ટી સહા

