એ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલી લડાઈમાં કેવી રીતે આપણા દેશે જીત મેળવી હતી.
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલનું કહેવું છે કે દેશ માટે સૌનાં ઇમોશન્સ એકસરખાં હોય છે. તેની ‘IB 71’ હાલમાં જ રિલીઝ થઈ છે. એ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલી લડાઈમાં કેવી રીતે આપણા દેશે જીત મેળવી હતી. એમાં ગંગા હાઇજૅક વિશે પણ દેખાડવામાં આવ્યું છે. દેશભક્તિ વિશે વિદ્યુત જામવાલે કહ્યું કે ‘એમાં લાગણી જોડાયેલી હોય છે. દરેકની ભાવના અલગ હોય છે, પરંતુ વાત જ્યારે દેશ પ્રત્યેના પ્રેમની આવે તો એ એકસમાન હોય છે. મારા ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે વાદવિવાદ થાય છે કે તેઓ મારા કરતાં વધુ દેશભક્ત છે કે પછી હું તેમના કરતાં વધુ દેશભક્ત છું. એથી આ લાગણી એકસરખી છે. આ જ કારણ છે કે દેશભક્તિ દેખાડતી ફિલ્મો ચાલે છે.’

