ઇન્ડસ્ટ્રીમાં પે પૅરિટીની અસમાનતા વિશે તેમણે જણાવ્યું
આશા પારેખ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પે પૅરિટીની અસમાનતા વિશે આશા પારેખે જણાવ્યું કે પેમેન્ટની સમસ્યા તો હૉલીવુડ પણ નથી ઉકેલી શક્યું. તેમનું માનવું છે કે પુરુષ અને મહિલા ઍક્ટ્રેસને જે ફી આપવામાં આવે છે એમાં ખૂબ અંતર હોય છે. એ ભેદભાવ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. એ વિશે આશા પારેખે કહ્યું કે ‘પેમેન્ટની સમસ્યા તો પહેલાં પણ હતી અને આજે પણ કાયમ છે. પુરુષોને હંમેશાં વધારે ફી આપવામાં આવે છે. હૉલીવુડ પણ એને ઉકેલવામાં અસમર્થ છે.’
તો બીજી તરફ એ સમયમાં ફિલ્મના સેટ પર સ્વચ્છતાનો અભાવ રહેતો હતો એ વિશે આશા પારેખે કહ્યું કે ‘અમને એ કહેતાં પણ શરમ આવે છે કે એ વખતે બાથરૂમ્સ નહોતાં. મૉડર્ન સ્ટુડિયોઝમાં બધા માટે માત્ર એક જ બાથરૂમ રહેતું હતું અને એ ખૂબ ભયાનક હતું. અમે સવારથી માંડીને સાંજ સુધી બેઠાં રહેતાં અને બાથરૂમમાં પણ નહોતાં જતાં.’
ADVERTISEMENT
એ વિશે વધુ જણાવતાં તનુજાએ કહ્યું કે ‘આજની મહિલાઓ પાસે એ બધી વ્યવસ્થાને લઈને પોતાના વિચાર માંડવાની આઝાદી છે. અમારી પાસે એવું નહોતું. અમારા સમયમાં અમને શીખવવામાં આવ્યું હતું કે તમારે ચૂપ રહેવાનું છે.’

