એશા દેઓલે તાજેતરમાં જ તેના હસબન્ડ ભરત તખ્તાણીથી જુદા પડવાનો ફેંસલો જાહેર કર્યો હતો.
એષા દેઓલ
એશા દેઓલે તાજેતરમાં જ તેના હસબન્ડ ભરત તખ્તાણીથી જુદા પડવાનો ફેંસલો જાહેર કર્યો હતો. ૧૧ વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયાં હતાં. હવે બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે એશાના પિતા ધર્મેન્દ્રની ઇચ્છા છે કે દીકરી ડિવૉર્સ લેતાં પહેલાં ફરી એક વખત વિચારે. સાથે જ હેમા માલિનીએ જણાવ્યું કે એશાને રાજકારણમાં રસ છે અને ભવિષ્યમાં તે પૉલિટિક્સમાં આવી શકે છે. હાલમાં રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણીનાં લગ્નમાં હાજર રહેવા માટે એશા દેઓલ ગોવામાં છે. ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી શૅર કરીને એશા દેઓલે કૅપ્શન આપી હતી, કોઈ ફરક નથી પડતો કે કેટલો અંધકાર છે, સૂર્યોદય ચોક્કસ થશે.

