એશા દેઓલે પણ લિપ-ફિલર કરાવ્યું હોવાની શંકા
એશા દેઓલ
સોશ્યલ મીડિયા પર હાલમાં જ એશા દેઓલને ટ્રોલ કરવામાં આવી છે. ભૂમિ પેડણેકર અને તેની બહેન તેમ જ રાજકુમાર રાવ બાદ હવે એશા દેઓલ પણ ટાર્ગેટ બની છે અને તેણે લિપ-ફિલર્સ કરાવ્યું હોય એવી લોકોને શંકા છે. તે હાલમાં જ લોકસભા ઇલેક્શનમાં તેની મમ્મી હેમા માલિનીને સપોર્ટ કરવા માટે મથુરા કૅમ્પેનમાં ગઈ હતી. તેની સાથે તેની બહેન આહના દેઓલ પણ હતી. આ દરમ્યાન એશાએ કહ્યું કે ‘મથુરામાં ખૂબ જ ડેવલપમેન્ટ થયું છે. અહીં જે પણ હેરિટેજ અને ટૂરિઝમ સાઇટ છે એને ખૂબ જ સારી રીતે મેઇન્ટેન કરવામાં આવી રહી છે. મથુરામાં ઘણા સપોર્ટર્સ છે. અહીંના લોકો ઇચ્છે છે કે મારી મમ્મી જીતે અને તેઓ મથુરામાં રહે. તેણે હજી ઘણું કામ કરવાનું બાકી છે. અમે યુવાનોને મળીશું અને વોટ કરવા માટે જાગરૂક પણ કરીશું.’ તેનો આ વિડિયો વાઇરલ થયો છે અને એ થતાં જ યુઝર્સ દ્વારા તેના હોઠને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે તેના હોઠને શું થયું. તેમ જ ઘણા લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે ઍક્ટર્સ કેમ આવી ટ્રીટમેન્ટ કરાવતા હશે.

