તમામ ઍક્ટર્સનાં ગીત ભેગાં કરીએ તો પણ ઇમરાનના એકલાનાં હિટ ગીત વધુ છે
જૉન એબ્રાહમનું કહેવું છે કે ઇમરાન હાશ્મીએ બૉલીવુડમાં સૌથી વધુ હિટ ગીત આપ્યાં છે. તેણે સંજય ગુપ્તાની ‘મુંબઈ સાગા’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં ઇમરાને પોલીસ-ઑફિસરની ભૂમિકા ભજવી છે. તેની સાથે કામ કરવાના અનુભવ વિશે જૉને કહ્યું હતું કે ‘ઇમરાન ખૂબ ઇન્ટેન્સ છે. મારા માટે તે ખૂબ સારો માણસ છે અને એ સૌથી મહત્ત્વની વાત છે. હું તેનો ફૅન તો છું, પરંતુ તે ખૂબ સારો માણસ હોવાથી મને તેની સાથે ફરી કામ કરવાનું ગમશે. તે ખૂબ અદ્ભુત છે. તેણે જે રીતે તેનું પાત્ર ભજવ્યું છે અને ફિલ્મમાં તેનું કામ કર્યું છે એ કાબિલેદાદ છે. તેની સાથે કામ કરવાની મને ખુશી છે.’
ઇમરાન વિશે વધુ જણાવતાં જૉને કહ્યું હતું કે ‘મને યાદ છે કે એક દિવસ હું ચંડીગઢથી દિલ્હી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને હું કયું ગીત વગાડવું એ શોધી રહ્યો હતો. મને ફક્ત ઇમરાન હાશ્મી વૉલ્યુમ-વન અને વૉલ્યુમ-ટૂ આલબમ મળ્યું હતું. એ દિવસે મને અહેસાસ થયો હતો કે ઇન્ડસ્ટ્રીના તમામ ઍક્ટર્સને ભેગા કરીએ તો પણ ઇમરાનનાં હિટ ગીત વધુ છે.’

