ઇમરાન હાશ્મી અત્યારે હૈદરાબાદમાં ‘ગુડાચારી 2’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મના એક ઍક્શન સીન દરમ્યાન તેની સાથે દુર્ઘટના ઘટી છે.
ઇમરાન હાશ્મી
ઇમરાન હાશ્મી અત્યારે હૈદરાબાદમાં ‘ગુડાચારી 2’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મના એક ઍક્શન સીન દરમ્યાન તેની સાથે દુર્ઘટના ઘટી છે. ઇમરાનને કૂદવાની સીક્વન્સ કરતી વખતે ગળામાં ઈજા પહોંચી છે. ઇમરાન હાશ્મીના બે ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાંના એકમાં તેના ગળામાં કાપો પડેલો દેખાઈ રહ્યો છે અને બીજા ફોટામાં એના પર પટ્ટી બાંધેલી દેખાય છે. રિપોર્ટ મુજબ ઈજા પહોંચ્યા બાદ તેને તરત ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. અત્યારે ઇમરાન હાશ્મી સ્વસ્થ છે.
ઇમરાન હાશ્મી છેલ્લે ‘શોટાઇમ’ સિરીઝમાં અને સલમાન ખાનની ‘ટાઇગર 3’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે બે તેલુગુ ફિલ્મમાં જોવા મળવાનો છેઃ ‘ગુડાચારી’નો બીજો ભાગ અને ‘ઓજી’ નામની ફિલ્મમાં. ‘ગુડાચારી’ ઍક્શન સ્પાય થ્રિલર ફિલ્મ છે.