અજય વર્મા ડિરેક્ટેડ આ ફિલ્મને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે
એજાઝ ખાન
મનોજ જોષી અને એજાઝ ખાન ક્રાઇમ-થ્રિલર ‘ફેસિંગ વડોદરા’માં સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે વૈભવી ઉપાધ્યાય અને બિનય આનંદ પણ જોવા મળશે. અજય વર્મા ડિરેક્ટેડ આ ફિલ્મને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મને તરત હા કહેનાર એજાઝ ખાને કહ્યું હતું કે ‘મેં જ્યારે મારા ગુરુ નિવેદિતા બાસુ પાસે આ પ્રોજેક્ટ વિશે સાંભળ્યું ત્યારે હું ઘણો થયો હતો. અમે સ્ક્રિપ્ટ પર ચર્ચા કરી, સ્ટોરીનાં થ્રિલિંગ તત્ત્વો સાથે ઇન્ટરેસ્ટિંગ કૅરૅક્ટરને જોતાં મેં આ ફિલ્મ સ્વીકારી હતી. આ બધાની સાથે મને મનોજ જોષી જેમની હું હંમેશાં પ્રશંસા કરું છું તેમની સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી છે.’
પહેલાં કદી નથી ભજવ્યું એવું
પાત્ર ભજવવાની તક મળતાં તરત ફિલ્મ માટે હા પાડનાર મનોજ જોષીએ કહ્યું કે ‘મેં જ્યારે પહેલી વખત મારા રોલ વિશે સાંભળ્યુ તો મેં તરત જ હા પાડી દીધી હતી, કારણ કે આ પાત્ર મેં આ અગાઉ ક્યારેય નથી ભજવ્યું. આ ફિલ્મમાં મારું પાત્ર વિવિધ સ્તરવાળું અને જટિલ છે, જેને કારણે મને પડકારની સાથે જ કામ કરવામાં મજા પણ આવશે. મને અજય સાથે કામ કરવાનું આરામદાયક લાગે છે અને અમારી વચ્ચે સારો તાલમેલ પણ છે. મેં આ પહેલાં તેની સાથે બે પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે.’

