Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન તરફથી ઈદી તો ન મળી પણ મળ્યાં પોલીસના દંડા, જુઓ વીડિયો

સલમાન ખાન તરફથી ઈદી તો ન મળી પણ મળ્યાં પોલીસના દંડા, જુઓ વીડિયો

11 April, 2024 07:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Eid 2024: ઈદના અવસર પર સલમાન ખાનના ઘરની બહાર ચાહકોની એટલી ભીડ એકઠી થઈ હતી કે પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


ઈદ (Eid 2024)નો અવસર હોય અને સલમાન ખાન (Salman Khan)ના ચાહકો તેને શુભેચ્છા આપવા ન આવે તે કેવી રીતે બની શકે? આ વર્ષે પણ કંઈક આવું જ બન્યું. ચાહકો સલમાન ખાનને ઈદની શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. સ્ટારની એક ઝલક મેળવવા માટે તેના ઘરની બહાર ચાહકોની ભીડ ઉમટી પડી હતી. જોકે, ભીડ વધી જતાં મુંબઈ પોલીસ (Mumbai Police) માટે કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો. ભીડ એટલી વધી ગઈ હતી કે પોલીસે તેને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે.


બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાનની ઈદના દિવસે ઝલક જોવા માટે ફેન્સ તેના ઘરની બહાર એકઠાં થયા હતા ત્યારે તેમના પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક બોડીગાર્ડ ભીડનો પીછો કરતા જોવા મળી રહ્યા છે. પોલીસના હાથમાં ડંડો છે અને લોકો તેમના હુમલાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોશો કે લોકો ભાગી રહ્યા છે અને ભાગવાની કોશિશમાં કોઈનું ચપ્પલ ખોવાઈ ગયું તો કોઈ રસ્તા પર પડી ગયું. કેટલાક લોકો એવા હતા જેઓ નેટ પર ચઢીને આ આખું દ્રશ્ય જોઈ રહ્યા હતા. એકંદરે, આ સ્થિતિ પોલીસ માટે પડકારજનક હતી અને સલમાન ખાનના ચાહકો માટે પણ ઓછી મુશ્કેલ નહોતી.


સલમાન ખાનના ફેન્સ આ વાયરલ વીડિયો પર ફની રિએક્શન આપી રહ્યાં છે. કોઈ લખી રહ્યું છે કે ચાહકો સાથે આવું કરવું ખોટું છે તો કેટલાક લોકો ફની કમેન્ટ્સ કરતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું, `ઈદી મળી.` અન્ય એક યુઝરે લખ્યું, `સ્વાદ આવી ગયો?’

સલમાન ખાન ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. બદલામાં, સલમાન પણ તેના ચાહકો સાથે વાતચીત કરવાની એક પણ તક છોડતો નથી. દર વર્ષે ઈદના અવસર પર તે પોતાના ઘરની બાલ્કનીમાં આવે છે અને પોતાના ચાહકોનું પોતાની શૈલીમાં સ્વાગત કરે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન છેલ્લે ફિલ્મ ‘ટાઇગર ૩’ (Tiger 3)માં જોવા મળ્યો હતો. આજે ઈદના અવસરે તેણે આગામી ફિલ્મ `સિકંદર` (Sikandar)ની જાહેરાત કરી છે. જે ફિલ્મ આવતા વર્ષે ઈદ (Sikandar On Eid 2025) પર રિલીઝ થશે.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાનના ફેન્સ સાથે લાઠીચાર્જ થયો હોય તેવી આ પહેલી બાબત નથી. આ પહેલાં પણ અનેક વાર સ્ટાર્સસના ઘરની બાર ભીડ બેકાબૂ બને ત્યારે પોલીસને આ પ્રકારના પગલાં લેવા જ પડે છે. બૉલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના જન્મદિવસ અથવા તહેવારના અવસર પર તેના ઘરની બહાર ચાહકોની આવી જ ભીડ એકઠી થાય છે. ત્યારે પણ પોલીસને ફેન્સને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ જેવા પગલાં લેવા પડે છે.

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2024 07:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK