તે હાલમાં ઇન્ડિયામાં છે અને મુંબઈમાં શનિવારે પર્ફોર્મ કરવાનો છે.
એડ શીરન મુંબઈની સ્કૂલનાં બાળકો સાથે
બ્રિટિશ સિંગર-સૉન્ગ રાઇટર એડ શીરને મુંબઈની સ્કૂલનાં બાળકો સાથે મળીને પર્ફોર્મ કર્યું હતું. તેણે ‘શેપ ઑફ યુ’, ‘પર્ફેક્ટ’, ‘થિન્કિંગ આઉટ લાઉડ’ જેવાં ઘણાં ચાર્ટબસ્ટર સૉન્ગ આપ્યાં છે. તે હાલમાં ઇન્ડિયામાં છે અને મુંબઈમાં શનિવારે પર્ફોર્મ કરવાનો છે. તે પહેલી વાર ઇન્ડિયા નથી આવ્યો. અગાઉ તેણે ૨૦૧૫ અને ૨૦૧૭માં પણ પર્ફોર્મ કર્યું હતું. એ દરમ્યાન ફારાહ ખાને
તેના માટે પાર્ટી રાખી હતી અને બૉલીવુડની મોટા ભાગની હસ્તીઓ તેને મળી હતી. એડ શીરન આ વખતે આવ્યો છે ત્યારે તેણે સૌથી પહેલાં બૉલીવુડની હસ્તીઓ કરતાં મુંબઈની સ્કૂલનાં બાળકોને મળવાનું નક્કી કર્યું હતું. તેમને મળીને તેમની સાથે એડ શીરને પર્ફોર્મ પણ કર્યું હતું. આ વિડિયો શૅર કરીને એડ શીરને કૅપ્શન આપી હતી કે ‘મુંબઈની સ્કૂલની મુલાકાત મેં સવારે લીધી હતી. બાળકો સાથે મળીને અમે પર્ફોર્મ પણ કર્યું હતું, ઘણી મજા આવી હતી. ઇન્ડિયામાં ફરી આવીને સારું લાગી રહ્યું છે.’

