ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાન કુંદરે તેને ઘરે ઇન્વાઇટ કર્યો હતો.
શાહરુખ ખાન, એડ શીરન
શાહરુખ ખાને બુધવારે રાતે સિંગર અને સૉન્ગ-રાઇટર એડ શીરનને તેનું સિગ્નેચર સ્ટેપ શીખવ્યું હતું. તે હાલમાં મુંબઈમાં તેની ટૂર માટે આવ્યો છે. એડ શીરને ‘શેપ ઑફ યુ’, ‘થિન્કિંગ આઉટ લાઉડ’ અને ‘પર્ફેક્ટ’ જેવાં હિટ સૉન્ગ્સ આપ્યાં છે. ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાન કુંદરે તેને ઘરે ઇન્વાઇટ કર્યો હતો. એ વખતે શાહરુખ ખાન અને તેની વાઇફ ગૌરી ખાન પણ હાજર હતી. શાહરુખ સાથે તેનું સિગ્નેચર સ્ટેપ એડે પણ દેખાડ્યું હતું. એ ક્લિપના બૅકગ્રાઉન્ડમાં ‘ઓમ શાંતિ ઓમ’નું ‘દીવાનગી દીવાનગી’ ગીત વાગી રહ્યું છે. એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહરુખ અને એડ શીરને કૅપ્શન આપી હતી, ધિસ ઇઝ ધ શેપ ઑફ અસ. સ્પ્રેડિંગ લવ ટુગેધર. એના પર ફારાહે કમેન્ટ કરી કે જો આ છેલ્લી વસ્તુ હોય કે જેને મેં ડિરેક્ટ કરી હોય તો હું ખુશીથી મરી શકું છું. એડ શીરને જે ટી-શર્ટ પહેર્યું છે એ આર્યન ખાનની ક્લોધિંગ બ્રૅન્ડનું હોવાની ચર્ચા છે જેને ગૌરી ખાને તેને ગિફ્ટ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

