અંગદ બેદીએ ‘હાય નન્ના’ દ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં લીડ રોલમાં તેલુગુ સ્ટાર નાની અને મૃણાલ ઠાકુર છે. આ ફિલ્મને શૌર્યુવે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ સાત ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.
અંગદ બેદી
અંગદ બેદીએ ‘હાય નન્ના’ દ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં લીડ રોલમાં તેલુગુ સ્ટાર નાની અને મૃણાલ ઠાકુર છે. આ ફિલ્મને શૌર્યુવે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ સાત ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. નાની સાથે કામ કરવાનો અનુભવ વ્યક્ત કરતાં અંગદ બેદીએ કહ્યું કે ‘મારા માટે ‘હાય નન્ના’માં કામ કરવું થ્રિલિંગ જર્ની રહી છે. ખાસ કરીને એટલા માટે કેમ કે આ ફિલ્મ દ્વારા મારી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ છે. નાની જેવા વર્સટાઇલ ઍક્ટર સાથે કામ કરવાનો અનુભવ ગ્રેટ રહ્યો છે. નાની ખૂબ જ નમ્ર છે અને જાણીતું નામ છે. મારા માટે તેની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો છે.’
મૃણાલ ઠાકુર સાથે અંગદે ‘લસ્ટ સ્ટોરીઝ’માં કામ કર્યું હતું. તેના વિશે અંગદ બેદીએ કહ્યું કે ‘બીજી વખત મૃણાલ સાથે કામ કરીને આ પ્રોજેક્ટમાં વિશેષ ઉમેરો થયો છે. નાની અને મારી ડાયનૅમિક જોડી દર્શકોને સિનેમાનો અદ્ભુત અનુભવ કરાવશે.’

