આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં તાપસી આ ફિલ્મમાં દેખાવાની છે એવી અફવા ફેલાઈ હતી. એ અફવાને તે સારી અને સાચી ગણે છે.
તાપસી પન્નુ
તાપસી પન્નુ ‘ડંકી’માં શાહરુખ ખાન સાથે જોવા મળી રહી છે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં તાપસી આ ફિલ્મમાં દેખાવાની છે એવી અફવા ફેલાઈ હતી. એ અફવાને તે સારી અને સાચી ગણે છે.
આ ફિલ્મને રાજકુમાર હીરાણીએ ડિરેક્ટ કરી છે. ‘ડંકી’માં કામ કરવાની અફવા અને તેને કેવી રીતે ફિલ્મ મળી એ વિશે તાપસીએ કહ્યું કે ‘મારા માટે પણ એ થોડું મજેદાર છે, કેમ કે
‘ડંકી’ માટેનો પહેલો કૉલ રાજુસર પાસેથી જ આવ્યો હતો, પરંતુ એ પહેલાં એ અફવા અનેક ઠેકાણે ફરી વળી હતી. મને આ ફિલ્મ માટે કન્સિડર કરવામાં આવી છે અને હું આ ફિલ્મમાં કામ કરી રહી છું એવી અફવા ફેલાઈ હતી. મને વિચાર આવ્યો કે આ તો શક્ય જ નથી. પહેલી વખત ઢંગની અફવા મારા વિશે ફેલાઈ હતી. ચાલો, હું આ સાંભળીને જ ખુશ થઈ જાઉં. જોકે બાદમાં મને સરનો કૉલ આવ્યો. તેમણે મને પહેલાં એમ જ કહ્યું કે ચાલો મીડિયાએ તો જણાવી જ દીધું છે તો હું વિચારું છું કે ફોન કરીને હું પણ તને જણાવી દઉં. આ એકમાત્ર એવી અફવા હતી જે સારી અને સાચી પણ પડી હતી.’

