રાજકુમાર હિરાણીના નિર્દેશનમાં બનેલી `ડંકી` (Dunki Movie) 21 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે આ ફિલ્મનું ટ્રેલર બે દિવસ પહેલા મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું
ડંકીનું પોસ્ટર
શાહરૂખ ખાન (Shah Rukh Khan)નો સ્ટાર આ દિવસોમાં ચરમસીમા પર છે. વર્ષ 2023માં તેની ફિલ્મો `પઠાણ` (Pathaan) અને `જવાન` (Jawan) ઑલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ છે, ત્યારે તેની સતત ત્રીજી બમ્પર હિટ ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે. રાજકુમાર હિરાણીના નિર્દેશનમાં બનેલી `ડંકી` (Dunki Movie) 21 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે આ ફિલ્મનું ટ્રેલર બે દિવસ પહેલા મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરની શરૂઆત 1995માં રિલીઝ થયેલી `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે`ની યાદ અપાવે છે. યુટ્યુબ પર 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલી હિન્દી ફિલ્મના ટ્રેલરનો રેકૉર્ડ બનાવ્યો છે, જ્યારે શાહરૂખે ટ્વિટર પર ચાહકોના સવાલોના જવાબ પણ આપ્યા હતા. કિંગ ખાને #AskSRK સેશનમાં ઘણા પ્રશ્નોના રસપ્રદ જવાબો આપ્યા, પરંતુ `સેક્સ-સુક્સ` સંબંધિત એક ચાહકના પ્રશ્નનો જવાબ ખૂબ જ જબરદસ્ત આપ્યો હતો.
ફેને શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને પૂછ્યું કે, “સર શું `ડંકી`માં કોઈ `સેક્સ-સુક્સ` સીન છે?” પોતાની બુદ્ધિ માટે પ્રખ્યાત શાહરૂખે એવો જવાબ આપ્યો છે કે તમે પણ પેટ પકડીને હસવા લાગશો. ચાહકે ટ્વીટ કર્યું, “સર, ડંકીમાં સેક્સ-સુક્સ નથી, ખરું ને? શું તમે તેને પપ્પા સાથે જોઈ શકો છો?” તેના પર બોલિવૂડના બાદશાહે જવાબ આપ્યો `સેક્સ-સુક્સ મને સમજાતું નથી, પણ ટિકિટ પર ટેક્સ-ટુક્સ ચોક્કસ લાગશે. પપ્પા પાસેથી લઈ લેજો.”
ADVERTISEMENT
શાહરૂખે યુઝરને લગાવી ફટકારી
અગાઉ શાહરૂખે આ #AskSRK સેશનમાં એક યુઝરનો ક્લાસ પણ લીધો હતો. આ યુઝરે ટ્વીટ કરીને કહ્યું કે, “તમારી પીઆર ટીમની મદદથી તમે તમારી છેલ્લી બે ટટ્ટી ફિલ્મો `પઠાણ` અને `જવાન` સુપરહિટ કરી. શું તમે ત્રીજી ટટ્ટી ફિલ્મ `ડંકી` માટે પ્રમોશન ટીમ સાથે આવું જ કરશો?” શાહરૂખે આ યુઝરને પોતાની સ્ટાઈલમાં ઠપકો આપતા કહ્યું કે, “સામાન્ય રીતે હું તમારા જેવા સ્માર્ટ લોકોના સવાલોના જવાબ નથી આપતો, પરંતુ તમારા કિસ્સામાં હું અપવાદ કરીશ, કારણ કે મને લાગે છે કે તમારી કબજિયાતને સારવારની જરૂર છે. હું મારી પીઆર ટીમને તમારા માટે કેટલીક ગોલ્ડન દવાઓ મોકલવા કહીશ... જેથી તમે જલ્દી સ્વસ્થ થઈ શકો.”
`ડંકી` બોક્સ ઑફિસ પર `સાલાર` સાથે લેશે ટક્કર
`ડંકી` બોક્સ ઑફિસ પર પ્રભાસની `સાલાર` સાથે સ્પર્ધા કરી રહી છે. પ્રશાંત નીલના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. `ડંકી`માં શાહરૂખ ખાન ઉપરાંત તાપસી પન્નુ અને વિકી કૌશલ સાથે બોમન ઈરાની પણ છે. બાય ધ વે, તમારી જાણકારી માટે, શાહરૂખે એ પણ ખુલાસો કર્યો હતો કે તે સોશિયલ મીડિયા પર ફેન્સના સવાલોના જવાબ તેની ટીમ નહીં તે પણ પોતે આપે છે.