આ ક્રાઇમ-થ્રિલરમાં તબુ, અક્ષય ખન્ના, શ્રિયા સરણ, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર અને સૌરભ શુક્લા પણ જોવા મળી રહ્યાં છે
અજય દેવગન
‘દૃશ્યમ 2’ ૫૦ કરોડમાં બની હોવાનું જાણવા મળ્યું છે અને એ માટે અજય દેવગને ૩૦ કરોડ રૂપિયા ફી લીધી હોવાની ચર્ચા છે. આ ક્રાઇમ-થ્રિલરમાં તબુ, અક્ષય ખન્ના, શ્રિયા સરણ, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર અને સૌરભ શુક્લા પણ જોવા મળી રહ્યાં છે. ફિલ્મમાં વિજય સાલગાવકરના રોલ માટે અજય દેવગને ૩૦ કરોડ લીધા હોવાની ચર્ચા છે. ફિલ્મમાં અજય દેવગનની વાઇફ નંદિની સાલગાવકરના રોલમાં દેખાતી શ્રિયા સરણે બે કરોડ લીધાની શક્યતા છે. અજય દેવગન અને શ્રિયા સરણની દીકરી અંજુ સાલગાવકરના રોલમાં દેખાયેલી ઈશિતા દત્તાએ આ ફિલ્મ માટે ૧.૨ કરોડ લીધાની માહિતી છે. અજય દેવગન અને શ્રિયાની નાની દીકરી અનુ સાલગાવકરનાં રોલમાં દેખાતી મૃણાલ જાધવે ૫૦ લાખ ફી લીધી હોવાની વાત ચાલી રહી છે. ફિલ્મમાં મીરા દેશમુખની ભૂમિકા ભજવતી તબુએ ૩.૫ કરોડ લીધા હોવાની ચર્ચા છે. તરુણ અહલાવતના રોલમાં દેખાતા અક્ષય ખન્નાએ ફિલ્મ માટે ૨.૫ કરોડ લીધા છે એવું જાણવા મળ્યું છે. રજત કપૂર આ ફિલ્મમાં મહેશ દેશમુખના રોલમાં દેખાઈ રહ્યો છે. તેણે ૧ કરોડ ચાર્જ કર્યાની શક્યતા છે.

