Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૦૦ કરોડ ‘પુષ્પા : ધ રૂલ’એ રિલીઝ અગાઉ કરી આટલા રૂપિયાની ડીલ

૧૦૦૦ કરોડ ‘પુષ્પા : ધ રૂલ’એ રિલીઝ અગાઉ કરી આટલા રૂપિયાની ડીલ

Published : 09 March, 2023 04:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

 અલ્લુ અર્જુન અને રશ્મિકાની કેમિસ્ટ્રી લોકોને પણ ખૂબ ગમી હતી

૧૦૦૦ કરોડ ‘પુષ્પા : ધ રૂલ’એ રિલીઝ અગાઉ કરી આટલા રૂપિયાની ડીલ

૧૦૦૦ કરોડ ‘પુષ્પા : ધ રૂલ’એ રિલીઝ અગાઉ કરી આટલા રૂપિયાની ડીલ


‘પુષ્પા : ધ રૂલ’ ફિલ્મે રિલીઝ અગાઉ એક હજાર કરોડનો બિઝનેસ કરી લીધો હોવાની ચર્ચા છે. આ ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ની સીક્વલ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મે ખૂબ ધમાલ મચાવી હતી. ફિલ્મનાં ડાયલૉગ્સ અને ડાન્સ સ્ટેપ્સ ખૂબ ફેમસ થયાં હતાં.  અલ્લુ અર્જુન અને રશ્મિકાની કેમિસ્ટ્રી લોકોને પણ ખૂબ ગમી હતી. હવે ફરી એક વખત તેમનો જાદુ સ્ક્રીન પર રેલાવાનો છે. લોકો પણ આ ફિલ્મ જોવા માટે આતુર છે. હવે સાંભળવા મળ્યું છે કે ફિલ્મે અત્યારથી જ એક હજાર કરોડનો બિઝનેસ કરી લીધો છે. બધી ભાષામાં આ ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ ૧૦૦૦ કરોડમાં વેચાયા હોવાની ચર્ચા છે. આ તો માત્ર થિયેટર્સની ડીલ છે. હજી તો એમાં ડિજિટલ પ્લૅટફૉર્મ અને સૅટેલાઇટ રાઇટ્સનો પણ ઉમેરો થવાનો છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. 


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2023 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK