ડૉક્યુમેન્ટરી ફિલ્મ `મૉડર્ન માસ્ટર્સ : એસ. એસ. રાજામૌલી` થશે નેટફ્લિક્સ પર રિલીઝ
એસ. એસ. રાજામૌલી
ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીનું નામ આવતાં જ તેમની શાનદાર ફિલ્મો આંખ સામે તરવરવા માંડે. તેમણે બનાવેલી ‘બાહુબલી’ સિરીઝ અને ‘RRR’ એનું ઉત્તમ ઉદાહરણ છે. પોતાના ક્રીએટિવ યુનિવર્સથી તેમણે દેશ અને દુનિયામાં અસર પાડી છે. એવામાં તેમની લાઇફમાં ડોકિયું કરવાની અને તેમને નજીકથી જાણવાની તક મળશે. તેમની જર્નીને લઈને બાયોગ્રાફિકલ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘મૉડર્ન માસ્ટર્સ : એસ. એસ. રાજામૌલી’ બનાવવામાં આવી છે જે બીજી ઑગસ્ટે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ડૉક્યુમેન્ટરીમાં અનેક સેલિબ્રિટીઝ તેમની લાઇફની જાણી-અજાણી બાબતો પર પ્રકાશ પાડશે. એમાં હૉલીવુડના ડિરેક્ટર જેમ્સ કૅમરુન અને જૉ રૂસો, સાથે કરણ જોહર, પ્રભાસ, જુનિયર NTR, રાણા દગુબટ્ટી અને રામ ચરણ તેમના વિશે વાતો કરતા દેખાશે. આવી રીતે ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીની લાઇફ, તેમની સ્ટ્રગલ્સ અને સફળતાના શિખરે પહોંચવા સુધીની તેમની જર્નીની વિસ્તારપૂર્વક માહિતી મળશે.