ગ્રે શેડ રોલમાં દેખાશે રણબીર કપૂર,સાઇન કરી સંદીપ વાંગાની ફિલ્મ 'ડેવિલ'?
રણબીર કપૂર
બોલીવુડ અભિનેતા રણબીર કપૂર હાલ એકદમ જુદાં જ પ્રકારના પ્રયોગો કરી રહ્યો છે. તે એવી ફિલ્મોની પસંદગી કરે છે જે તેણે અત્યાર સુધી નથી કરી. આ ફિલ્મોમાં મોટા ભાગે એક્શન અને થ્રિલર ફિલ્મો છે. તેની ફિલ્મ શમશેરા અને બ્રહ્માસ્ત્ર પર કામ ચાલું છે અને હવે તેની નવી ફિલ્મ ચર્ચામાં છે. ડેક્કન ક્રૉનિકલના એક રિપોર્ટ પ્રમાણે કબીર સિંહ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની અપકમિંગ ફિલ્મ ડેવિલમાં રણબીર કપૂર જોવા મળશે.
ADVERTISEMENT
રણબીર કપૂર છેલ્લે અભિનેતા સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂમાં કામ કરતો જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે સંજય દત્તની ભૂમિકા ભજવી હતી. મળતી માહિતી પ્રમાણે સંદીપે આ સ્ક્રિપ્ટ પહેલા અભિનેતા મહેશ બાબૂને બતાવી હતી પણ તેમને આ ફિલ્મ વધારે ડાર્ક લાગી. સંદીપની ડેબ્યૂ બોલીવુડ ફિલ્મ કબીર સિંહ બૉક્સ ઑફિસ પર હિટ રહી હતી.
આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ
ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી લીડ રોલમાં હતા. ફિલ્મે બૉક્સ ઑફિસ પર 278 કરોડ 24 લાખ રૂપિયાનું બિઝનેસ કર્યું. રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર હાલ સૌથી વધુ ચર્ચામાં છે. ફિલ્મનો લોગો રિલીઝ થઈ ચૂક્યો છે અને હવે ચાહકોને તેના ટીઝર અને ટ્રેલરની રાહ છે. જ્યાં સુધી ડેવિલમાં રણબીર કપૂરના કામ કરવાનો પ્રશ્ન છે તો હજી આ બાબતે કોઇ ઑફિશિયલ માહિતી મળી નથી.

