Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હિન્દી ફિલ્મો નહીં ચાલી, સાઉથમાં ફરી નસીબ અજમાવશે દિવ્યા ખોસલા કુમાર

હિન્દી ફિલ્મો નહીં ચાલી, સાઉથમાં ફરી નસીબ અજમાવશે દિવ્યા ખોસલા કુમાર

27 March, 2024 06:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે ૨૦૦૪માં તેલુગુ ફિલ્મ ‘લવ ટુડે’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી.

દિવ્યા ખોસલા કુમાર

દિવ્યા ખોસલા કુમાર


દિવ્યા ખોસલા કુમાર હવે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એન્ટ્રી કરવાની છે. તેણે ૨૦૦૪માં તેલુગુ ફિલ્મ ‘લવ ટુડે’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. જોકે એક વર્ષ બાદ તેણે ભૂષણકુમાર સાથે લગ્ન કરી લીધાં હતાં. તેણે ૨૦૧૭માં આવેલી શૉર્ટ ફિલ્મ ‘બુલબુલ’ દ્વારા ફરી ઍક્ટિંગ શરૂ કરી હતી. બૉલીવુડમાં તેણે ‘સત્યમેવ જયતે 2’ અને ‘યારીયાં 2’માં કામ કર્યું હતું. જોકે આ બન્ને ફિલ્મો બૉક્સ-ઑફિસ પર કમાલ નહોતી કરી શકી એથી તે ફરી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. તે હવે ‘હીરો હિરોઇન’માં કામ કરવાની છે. દિવ્યાના કહેવા મુજબ તેણે આ ફિલ્મ એની સ્ક્રિપ્ટને કારણે પસંદ કરી છે તેમ જ આ ફિલ્મ જે ડિરેક્ટર બનાવી રહ્યો છે તેણે અગાઉ રજનીકાન્તની ઘણી ફિલ્મો ડિરેક્ટ કરી હતી અને એ કારણસર પણ દિવ્યા આ ફિલ્મ કરવા માટે ઉત્સાહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2024 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK