આ ફિલ્મને નાગ અશ્વિન ડિરેક્ટ કરી રહ્યો છે
દિશા પટણી
અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથેની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ K’માં દિશા પટણી કામ કરવાની છે. દિશાએ તેલુગુ ફિલ્મ ‘લોફર’થી ઍક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. આ ફિલ્મને નાગ અશ્વિન ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. મેકર્સે દિશાનું આ ફિલ્મમાં અનોખી રીતે સ્વાગત કર્યું છે. પ્રોડક્શન હાઉસે તેને ગિફ્ટ અને ફૂલોનો ગુલદસ્તો મોકલ્યાં છે. સાથે જ એક સ્પેશ્યલ નોટ પણ લખવામાં આવી છે. એમાં લખવામાં આવ્યું છે કે ‘ફિલ્મ ‘પ્રોજેક્ટ K’માં તારું ઉમળકાભેર સ્વાગત છે. તારી એન્ટ્રીથી અમને અતિશય ખુશી થઈ છે.’