આ ફિલ્મનું પહેલું શેડ્યુલ ગોવામાં પૂરું કરવામાં આવ્યું છે
દિશા પટણી
તામિલ સુપરસ્ટાર સુરિયાની કામચલાઉ ટાઇટલ ફિલ્મ ‘સુરિયા 42’ દ્વારા દિશા પટણી તામિલ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે. આ એક ફૅન્ટસી-ઍક્શન ફિલ્મ બનશે. આ ફિલ્મનું પહેલું શેડ્યુલ ગોવામાં પૂરું કરવામાં આવ્યું છે. હવે ચેન્નઈમાં એનું શૂટિંગ શરૂ થયું છે. ત્યાર બાદ તામિલનાડુમાં પણ શેડ્યુલ રહેશે. આ ફિલ્મને 3D ફૉર્મેટમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં સુરિયા ડબલ રોલમાં દેખાશે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે યોગી બાબુ, કોવાઇ સરલા, કિંગ્સલે અને આનંદ રાજ પણ દેખાશે. ફિલ્મને લઈને પોતાની ખુશી વ્યક્ત કરતાં દિશાએ કહ્યું કે ‘હું સુરિયા સર અને શિવા સર સાથે મારી આગામી ફિલ્મની જાહેરાત કરવાને લઈને ખૂબ ખુશ છું. આવા દિગ્ગજ પ્રોજેક્ટને લઈને હું અતિશય ખુશ છું. દર્શકોને પણ લાર્જર-ધેન-લાઇફનો અનુભવ મોટી સ્ક્રીન પર જોવા મળશે. એમાં મારો હટકે અવતાર જોવા મળશે.’