પ્રિયદર્શનને કોરોના થતાં તેમને ચેન્નઈની અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
પ્રિયદર્શન અને મધુર ભંડારકર
ફિલ્મમેકર પ્રિયદર્શનને કોરોના થતાં તેમને ચેન્નઈની અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હેલ્થ સુધારા પર છે. તેમને હજી સુધી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નથી મળ્યો. તેમના ફૅન્સ તેમના સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. બીજી તરફ મધુર ભંડારકરને પણ કોવિડ થયો હોવાનું બહાર આવ્યું છે. કોરોના થયો હોવાનું મધુરે સોશ્યલ મીડિયામાં શૅર કર્યું હતું. એક નોટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મધુરે લખ્યું હતું, ‘મારી કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી છે. વૅક્સિન લીધી હોવા છતાં મારામાં હલકાં લક્ષણ મળી આવ્યાં હતાં. મારી જાતને મેં આઇસોલેટેડ કરી દીધી છે. મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તેઓ કોરોના-ટેસ્ટ કરાવી લે. સલામત રહો અને કોવિડના નિયમોનું પાલન કરો.’

