સાત દિવસમાં તૂ ઝૂઠી મૈં મક્કારે 82.31કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો
રણબીરને ૧૫-૨૦ તમાચા માર્યા હતા ડિમ્પલ કાપડિયાએ
ડિમ્પલ કાપડિયાએ ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’ના એક દૃશ્ય માટે રણબીર કપૂરને ૧૫-૨૦ તમાચા માર્યા હતા. આ ફિલ્મના એક દૃશ્યમાં તે તેના દીકરા રણબીરને તમાચો મારે છે. આ માટે તેમણે ઘણા રીટેક લેવા પડ્યા હતા. આ ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે અને તેને બીજા ટેકમાં જ પર્ફેક્ટ શૉટ મળી ગયો હતો. જોકે ટીમને અને ઍક્ટરને પરેશાન કરવા માટે તેણે આ દૃશ્ય માટે ઘણા રીટેક લીધા હતા. દરેકને એમ જ હતું કે ડિમ્પલ કાપડિયા સાચે તમાચો મારી રહ્યાં છે, પરંતુ રણબીરનું ટાઇમિંગ એટલું જોરદાર હતું કે તે દરેક તમાચા પર ઍક્ટિંગ કરી રહ્યો હતો.
82.31
સાત દિવસમાં આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’એ.