ડિમ્પલ કાપડિયા રૉ એજન્ટ બનશે શાહરુખની પઠાનમાં?
ડિમ્પલ કાપડિયા
શાહરુખ ખાનની ‘પઠાન’માં ડિમ્પલ કાપડિયા RAW એજન્ટ બનવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. ક્રિસ્ટોફર નોલનની ‘ટેનેટ’માં ડિમ્પલના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેને હવે ઘણી ઑફર્સ મળી રહી છે. એવી ચર્ચા છે કે ‘પઠાન’ માટે ડિમ્પલ કાપડિયા 20 દિવસનું શૂટિંગ મુંબઈમાં કરવાની છે. તે શાહરુખના અન્ડરકવર એજન્ટને મદદ કરશે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ RAW એજન્ટની ભૂમિકામાં જોવા મળશે, જે શાહરુખ સાથે મળીને દુશ્મનોનો ખાતમો કરતાં દેખાશે. જોકે આ વિશે હજી સુધી કોઈ નક્કર માહિતી પ્રોડક્શન-હાઉસ દ્વારા આપવામાં નથી આવી.

