દિલજિત દોસાંઝે છેલ્લા થોડા દિવસથી ભારતમાં ઘણી લાઇવ કૉન્સર્ટ કરી છે, પણ હવે તેણે જાહેર કર્યું છે કે ભારતમાં લાઇવ શો માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને પરિસ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી હું ઇન્ડિયામાં પર્ફોર્મ નહીં કરું.
દિલજિત દોસાંઝ

દિલજિતની કૉન્સર્ટ વિવાદાસ્પદ પણ બની રહે છે. દારૂ અને ડ્રગ્સ વિશેનાં ગીતો નહીં ગાવાનાં, આવાં ગીતો શબ્દોના ફેરફાર વિના પણ નહીં ગાવાનાં, કૉન્સર્ટના સ્થળે દારૂના અને નૉનવેજ ફૂડના સ્ટૉલ નહીં રાખવાના, બાળકોને સ્ટેજ પર નહીં બોલાવવાનાં જેવા અનેક નિયમો જુદા-જુદા રાજ્યમાં તેની કૉન્સર્ટ માટે પ્રશાસને જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
દિલજિતની છેલ્લી કૉન્ટેસ્ટ ચંડીગઢમાં હતી અને ત્યાંની કેટલીક વ્યવસ્થા તેને બરાબર નહોતી જણાઈ. એ જોઈને જ તેણે સત્તાવાળાઓને સંબોધીને કહ્યું હતું કે ‘મારે લાગતાવળગતા સત્તાવાળાઓને કહેવું છે કે ભારતમાં લાઇવ શો માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આવા શોમાંથી મોટી રેવન્યુ જનરેટ થાય છે. જ્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી હું ભારતમાં પર્ફોર્મ નહીં કરું. અમને હેરાન કરવાને બદલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારો.’