Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલજીત દોસાંજની વધી મુશ્કેલીઓ, હૈદરાબાદ કોન્સર્ટ પહેલા તેલંગણા સરકારે મોકલી નોટિસ

દિલજીત દોસાંજની વધી મુશ્કેલીઓ, હૈદરાબાદ કોન્સર્ટ પહેલા તેલંગણા સરકારે મોકલી નોટિસ

Published : 15 November, 2024 11:57 AM | IST | Hyderabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Diljit Dosanjh Hyderabad Concert: આજે દિલજીત દોસાંજનો સાંજે હૈદરાબાદમાં શો છે ત્યારે સ્ટેજ પરથી આ ગીતો ગાવાની તેલંગણા સરકારે કરી મનાઈ

દિલજિત દોસાંજના ‘દિલ-લુમિનાટી’ ટૂરની ફાઇલ તસવીર

દિલજિત દોસાંજના ‘દિલ-લુમિનાટી’ ટૂરની ફાઇલ તસવીર


પંજાબી ગાયક દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અત્યારે દેશ-વિદેશમાં તેના મ્યુઝિક કોન્સર્ટ ‘દિલ-લુમિનાટી’ (`Dil-Luminati)ની ટૂર કરી રહ્યો છે. તેના લાઈવ કોન્સર્ટ લઈને અવારનવાર વિવાદો જોવા મળે છે. આજે એટલે કે ૧૫ નવેમ્બર, શુક્રવારે હૈદરાબાદમાં દિલજીતનો કોન્સર્ટ (Diljit Dosanjh Hyderabad Concert) યોજાવા જઈ રહ્યો છે, જેના માટે તેલંગણા સરકારે આયોજકોને નોટિસ મોકલી (Telangana govt issues notice to Diljit Dosanjh) છે. જેને લીધે ગાયક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ નોટિસમાં કેટલાક ગીતો પર બૅન મુકવાનું કહેવામાં આવ્યું છે. દિલજીત દોસાંઝનો હૈદરાબાદ કોન્સર્ટ ભારતના ૧૦ શહેરોમાં ‘દિલ-લુમિનાટી’ ટૂરનો એક ભાગ છે.


હવે કોન્સર્ટ શરૂ થતા પહેલા જ તેલંગણા સરકારે દિલજીત દોસાંજને નોટિસ મોકલી છે. આ નોટિસમાં ગાયકને આલ્કોહોલ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની સૂચના આપવામાં આવી છે. પંજાબી ભાષાના પ્રમોશનની હિમાયત કરતી ચંદીગઢ (Chandigarh)ના રહેવાસીની ફરિયાદ બાદ દિલજીતને આ નોટિસ મોકલવામાં આવી છે.



તેલંગણા સરકાર દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં દિલજીત દોસાંજને હૈદરાબાદ કોન્સર્ટમાં હિંસા, ડ્રગ્સ અને આલ્કોહોલને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની સૂચના આપવામાં આવી છે. નોટિસ મુજબ કોન્સર્ટમાં બાળકોને સ્ટેજ પર લાવવાથી પણ અટકાવવામાં આવ્યા છે. જેથી તે બાળકો હાઇ લેવલ સાઉન્ડથી બચી શકે. વાસ્તવમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization – WHO)ની માર્ગદર્શિકા જણાવે છે કે ખૂબ મોટો અવાજ બાળકો માટે સલામત નથી.


નોટિસમાં પંજાબી સિંગર દિલજીત દોસાંઝના જૂના કોન્સર્ટના વીડિયોના પુરાવા પણ આપવામાં આવ્યા છે. જેમાં તેને લાઈવ શોમાં પંજ તારા (5 Taara), પટિયાલા પેગ (Patiala Peg) જેવા ગીતો ગાતો બતાવવામાં આવ્યો છે. તેલંગણા સરકાર દિલજીત દોસાંજના શો અને તેને લગતા વિવાદોને લઈને સતર્ક હોય તેવું લાગી રહ્યું છે.

નોંધનીય છે કે, ઓક્ટોબર મહિનામાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ ‘દિલ-લુમિનાટી’ રાજધાની દિલ્હી (Delhi)માં યોજાયો હતો. આ કોન્સર્ટમાં હજારો લોકો આવ્યા હતા. જો કે આ કોન્સર્ટ બાદ દિલજીતને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ખરેખર, શો પછી જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (Jawaharlal Nehru Stadium)માં ઘણી ગંદકી જોવા મળી હતી. બીજા દિવસે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા ગયેલા ખેલાડીઓએ સ્ટેડિયમમાં કચરાના ઢગલા અને ખૂણે ખૂણે પડેલી દારૂની બોટલોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Videos) થયો હતો. ત્યારબાદ જયપુર (Jaipur)માં યોજાયેલા શોમાં ટિકીટની છેતરપિંડીઓનો મામલો સામે આવ્યો હતો. આમ દિલજીત દોસાંજનો કોન્સર્ટ હંમેશા કંઈક કારણોસર વિવાદમાં રહ્યો છે.


તમને જણાવી દઈએ કે, દિલજિત દોસાંજની ‘દિલ-લુમિનાટી’ ટૂર ભારતમાં મુંબઈ (Mumbai), કોલકાતા (Kolkata), ઈન્દોર (Indore), પુણે (Pune) અને ગુવાહાટી (Guwahati) સહિત દસ શહેરોને આવરી લેશે. દિલજીતે ટૂરની શરૂઆત દિલ્હીમાં એક મેગા શોથી કરી હતી. દિલજીત દોસાંજની આ ટૂર છેલ્લો શો ૨૯ ડિસેમ્બરે ગુવાહાટીમાં છે.

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2024 11:57 AM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK