Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૅરિસની કૉન્સર્ટમાં સ્ટેજ પર ફોન ફેંકનાર ફૅનને દિલજિતે રિટર્ન ગિફ્ટમાં જૅકેટ આપ્યું

પૅરિસની કૉન્સર્ટમાં સ્ટેજ પર ફોન ફેંકનાર ફૅનને દિલજિતે રિટર્ન ગિફ્ટમાં જૅકેટ આપ્યું

23 September, 2024 10:52 AM IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલજિતની આ દિલદારી જોઈને ચાહકો તેની વાહવાહ કરી રહ્યા છે

દિલજિત દોસાંઝ કૉન્સર્ટમાં

દિલજિત દોસાંઝ કૉન્સર્ટમાં


પંજાબી સિંગર અને ઍક્ટર દિલજિત દોસાંઝ અત્યારે વર્લ્ડ ટૂર પર છે અને એ અંતર્ગત હાલમાં જ તેની કૉન્સર્ટ પૅરિસમાં હતી. આ કૉન્સર્ટ દરમ્યાન એક ફૅને પોતાનો ફોન સ્ટેજ પર ફેંક્યો એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સ્ટેજ પર ફોન ફેંકાયો એ જોઈને દિલજિતને આશ્ચર્ય થાય છે અને તે ગાવાનું બંધ કરીને ફૅનને કહે છે, ‘શા માટે તું તારા ફોનને નુકસાન કરી રહ્યો છે. આઇ લવ યુ બ્રધર, પણ આવું નહીં કર. કીપ યૉર ફોન સેફ, પાજી.’


આટલું કહીને તે ફોન પેલા ફૅન તરફ ફેંકીને પાછો આપી દે છે અને ફરી ગાવાની તૈયારી કરે છે. ત્યાં તેને અચાનક કંઈક સૂઝે છે અને પેલા ફૅન તરફ પાછો આવે છે, પોતાનું જૅકેટ કાઢે છે અને તેની તરફ ઉછાળી દે છે.

દિલજિતની આ દિલદારી જોઈને ચાહકો તેની વાહવાહ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2024 10:52 AM IST | Paris | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK