એવું જાણવા મળ્યું છે કે એક ટિકિટની કિંમત ૨૦.૬ લાખ રૂપિયા છે, એથી એવી ગણતરી કરવામાં આવી છે કે એસ. એસ. રાજામૌલીએ આ બધાની ટિકિટ માટે લગભગ ૧.૪૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
એસ એસ રાજામૌલી
એસ. એસ. રાજામૌલીએ ઑસ્કરમાં રામચરણ, જુનિયર એનટીઆર અને તેની ફૅમિલી માટે ટિકિટ બુક કરાવવા માટે ૧.૪૪ કરોડ રૂપિયા ખર્ચ્યા હોય એવી શક્યતા છે. ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીતે ઑસ્કર જીતીને ઇતિહાસ રચ્યો છે. ચોમેર એની જ ચર્ચા ચાલી રહી છે. ઑસ્કર અવૉર્ડનો નિયમ છે કે માત્ર નૉમિનેટેડ વ્યક્તિ અને તેના પરિવારમાંથી એક સદસ્યને આ અવૉર્ડ સેરેમનીમાં હાજર રહેવા માટે ફ્રી પાસ મળે છે. એથી ‘નાટુ નાટુ’ ગીતના મ્યુઝિક-કમ્પોઝર એમ. એમ. કીરાવાણી અને લિરિક્સ રાઇટર ચન્દ્ર બોસને તેમના એક-એક ફૅમિલી મેમ્બર સાથે ઇવેન્ટમાં હાજર રહેવાના પાસ મળ્યા હતા. આ જ કારણ છે કે એસ. એસ. રાજામૌલીએ પોતાને માટે, તેમની વાઇફ રમા રાજામૌલી, તેમનો દીકરો કાર્તિકેય અને તેની વાઇફ, રામચરણ અને તેની વાઇફ તથા જુનિયર એનટીઆર અને તેની વાઇફ માટે ટિકિટો ખરીદી હતી. એવું જાણવા મળ્યું છે કે એક ટિકિટની કિંમત ૨૦.૬ લાખ રૂપિયા છે, એથી એવી ગણતરી કરવામાં આવી છે કે એસ. એસ. રાજામૌલીએ આ બધાની ટિકિટ માટે લગભગ ૧.૪૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.