નાગ ચૈતન્ય હાલમાં જ તેની એક્સ-વાઇફ સમન્થા રુથ પ્રભુની ‘કુશી’નું ટ્રેલર થિયેટરમાં દેખાડવામાં આવતાં તે એમાંથી નીકળી ગયો હોવાની ચર્ચા છે
નાગ ચૈતન્ય- સમન્થા રુથ પ્રભુ
નાગ ચૈતન્ય હાલમાં જ તેની એક્સ-વાઇફ સમન્થા રુથ પ્રભુની ‘કુશી’નું ટ્રેલર થિયેટરમાં દેખાડવામાં આવતાં તે એમાંથી નીકળી ગયો હોવાની ચર્ચા છે. તે હૈદરાબાદમાં ‘બૉય્ઝ હૉસ્ટેલ’ જોવા ગયો હતો. આ ફિલ્મ પહેલાં તેની એક્સ-વાઇફની વિજય દેવરાકોન્ડા સાથેની ફિલ્મ ‘કુશી’નું ટ્રેલર દેખાડવામાં આવતાં તે થિયેટરમાંથી નીકળી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમણે ૨૦૨૧માં ડિવૉર્સ લીધા હતા. ત્યારથી તેમની વચ્ચે બધું બરાબર ન ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. ‘કુશી’ના ટ્રેલરમાં રોમૅન્ટિક દૃશ્યો હોવાથી નાગ ચૈતન્ય થિયેટરમાંથી બહાર નીકળી ગયો હોવાની પણ ચર્ચા ચાલી હતી. જોકે આ સમાચારને અફવા ગણાવતાં નાગ ચૈતન્યે કહ્યું હતું કે આ ખોટા સમાચાર એક વેબસાઇટ દ્વારા ચલાવવામાં આવ્યા હતા અને તેણે તેમને એ આર્ટિકલમાં સુધારો કરવા પણ કહી દીધું છે.