કરણ જોહરે 4 મહિનામાં 3 વખત શું કામ બદલાવ્યો મોબાઇલ-નંબર?
કરણ જોહર
અનેક સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા બૉલીવુડના ટોચના ત્રણ ડિરેક્ટર-પ્રોડ્યુસરમાંના એક કરણ જોહરે ફરી પાછો પોતાનો મોબાઇલ-નંબર બદલાવ્યો છે. સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પછી સોશ્યલ મીડિયા પર કરણ જોહરને ટ્રોલ કરતાં તેણે પહેલી વખત નંબર બદલાવ્યો અને એ પછી બે વખત નંબર ચેન્જ કર્યા. અગાઉ કરણ જોહર લગભગ ૧૦ વર્ષથી એક જ નંબર વાપરતો હતો, પણ ૧૪ જૂન પછી ડિરેક્ટર-પ્રોડ્યુસરે ત્રણ વખત મોબાઇલ-નંબર બદલાવી નાખ્યા છે. આ વખતે નંબર બદલવાનું કારણ નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો જવાબદાર છે.
કરણ જોહરના ઘરે થયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેવાતું હોય એવા વાઇરલ થયેલા વિડિયોની ઇન્ક્વાયરી શરૂ થતાં કરણ જોહરે મોબાઇલ-નંબર બદલાવી નાખ્યો હતો, એટલું જ નહીં, તે છેલ્લા ૪ દિવસથી મુંબઈ છોડીને પણ ચાલ્યો ગયો છે. કરણે પોતાની ઑફિસમાં અને પર્સનલ સ્ટાફને નવો નંબર કોઈને પણ આપવાની સ્ટ્રિક્ટલી મનાઈ કરી દીધી છે અને ઑફિસમાં પણ જૂજ લોકો જ એવા છે જેમની સાથે કરણે આ નંબર શૅર કર્યો છે.
ADVERTISEMENT
ગયા વર્ષે કરણના ઘરે થયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેતા સ્ટાર્સની ઇન્ક્વાયરીનું કામ ઑલરેડી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરોએ શરૂ કરી દીધું છે.