અક્ષયકુમારને જ્યારે કોરોના થયો હતો ત્યારે હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા બાદ તેણે ‘OMG 2’ની સ્ક્રિપ્ટ વાંચી હતી એવું જાણવા મળ્યું છે
ફાઇલ તસવીર
અક્ષયકુમારને જ્યારે કોરોના થયો હતો ત્યારે હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા બાદ તેણે ‘OMG 2’ની સ્ક્રિપ્ટ વાંચી હતી એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં તે શંકર ભગવાનનો દૂત બન્યો છે. ફિલ્મમાં યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી, અરુણ ગોવિલ, ગોવિંદ નામદેવ, પવન મલ્હોત્રા અને બ્રિજેન્દ્ર કાલરા લીડ રોલમાં છે. હવે સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે ‘OMG 2’ની ફાઇનલ સ્ક્રિપ્ટ જ્યારે લૉક થઈ ત્યારે અક્ષયકુમાર હૉસ્પિટલમાં દાખલ હતો. તેને કોવિડ થયો હતો. પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં તેણે હૉસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવી હતી. હૉસ્પિટલમાં દાખલ થયા બાદ તેણે મેકર્સ સાથે વિડિયો કૉલ્સ પર સ્ક્રિપ્ટની ચર્ચા કરી હતી. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.