ઋષી કપૂરનાં નિધનથી ઢોલીવુડ પણ દુ:ખી, આ રીતે આપી શ્રધ્ધાંજલી
ઋષી કપૂરનો ચાર્મ હવે જોવા નહીં મળે તેનો ગમ છે ઢોલીવુડ સેલેબ્ઝને
છેલ્લા 24 કલાકમાં ફિલ્મ જગતે બે દિગ્ગજ કલાકારો ગુમાવ્યા છે. ગઈકાલે બપોરે ઈરફાન ખાનનું નિધન થયું હતું. ફિલ્મ જગત હજી તો એ શોકમાં હતું ત્યાં જ આજે સવારે બીજો શોક લાગ્યો હતો. બોલીવુડના ચૉકલેટી બૉય તરીકે ઓળખાતા ઋષિ કપૂરના સમાચારથી ફિલ્મજગને બહુ મોટો ધક્કો પહોચ્યો છે. આ સમાચારથી ઢોલીવુડને પણ બહુ દુ:ખ થયું છે અને મલ્હાર ઠાકર, ઓજસ રાવલ, ડાયરેક્ટર વિરલ શાહ, ખુશી શાહ વગેરેએ તેમને શ્રધ્ધાંજલી આપી છે.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે લખ્યું હતું કે, હવે ઋષિ કપૂર આ શું થઈ રહ્યું છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.
ADVERTISEMENT
ભૂમિક શાહે કહ્યું હતું કે, ઋષિ કપૂર ભારતીય ફિલ્મ જગતના એક દિગ્ગજ કલાકાર હતા. બોબીથી અગ્નિપથ સુધી અને 102 નોટ આઉટ સુધી તેઓ એક દમદાર અભિનેતા સાબિત થયા છે. કોઈપણ ભુમિકા તેમણે બહુ અદ્ભભુત નિભાવી છે. અદ્ભુત અભિનેના અને ઈન્ડસ્ટ્રીના શિક્ષક ચિન્ટુજી અમે તમને હંમેશા યાદ કરીશું.
આરોહી પટેલે ચૉકલોટ બૉયને શ્રધ્ધાંજલી આપતા લખ્યું હતું કે, 2020 બીજું કંઈ નહીં પણ ફક્ત ખરાબ સમાચાર જ લાવી રહ્યું છે.
ચેતન ધનાનીએ લખ્યું હતું કે, એક્ટિંગની વધુ એક સ્કુલ ન રહી.
વિરલ શાહે કહ્યું હતું કે, 2020નું આ સૌથી ખરાબ અઠવાડિયું છે. આપણે વધુ એક સિતારાને ગુમાવી દીધા. હું હજી કાલે જ મારા મિત્ર સાથે વાત કરી રહ્યો હતો કે હું ઋષિ કપુરને 'The Intern'ની રીમેકમાં જોવા માટે કેટલો ઉત્સાહી છું.
માનસી પારેખ ગોહિલે કપૂર પરિવારના સભ્યએ શેર કરેલી માહિતી પોસ્ટ કરીને અભિનેતાને શ્રધ્ધાંજલી આપી હતી.
આર્જવ ત્રિવેદીએ પણ શ્રધ્ધાંજલી આપતી પોસ્ટ કરી હતી.
ઈશા કંસારાનું આ સમચાર સાંભળીને દિલ તુટી ગયું હતું.
મનન દેસાઈએ કહ્યું હતું કે, 2020 માં ખબર નહીં શું ચાલી રહ્યું છે. ખમાં કરો માડી.
કિર્તદાન ગઢવીએ જુનો વિડિયો પોસ્ટ કરીને શ્રધ્ધાંજલી આપી હતી.
View this post on Instagram#legend #rishikapoor #rip #bollywood #kirtidangadhvi #kirtidangadhviofficial
ગીતા રબારીએ પણ શ્રધ્ધાંજલી આપી હતી.
ખુશી શાહે કહ્યું હતું કે, મારું દિલ તુટી ગયુ છે. સિનેમા જગતમાં વધુ એક ખોટ પડી ગઈ. આ તો જાણે એક યુગનો અંત છે. ઋષી કપૂર સર, તમારા કાર્ય દ્વારા અમારું મનોરંજન કરવા બદલ આભાર. તમે અમારા હૃદયમાં હંમેશા રહેશો.
મિત્ર ગઢવીએ શ્રધ્ધાંજલી આપતા તેમના એક ડાયલોગને યાદ કર્યો હતો.
મોનલ ગજ્જરે અભિનેતાના નિધનથી ખુબ દુ:ખી થઈ હતી અને આજના દિવસના તેના લાઈવ સેશન્સ પણ રદ કર્યા હતા.
ઓજસ રાવલે કહ્યું હતું કે, હજી તો એક દુ:ખમાંથી બહાર નહોતા આવ્યા ત્યાં બીજો શોક. તેમના અંતિમ દર્શન પણ નહીં કરી શકીએ.
હાર્દિક સાંગાણીએ પણ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.
રેહાન ચૌધરીએ કહ્યું હતું કે, તેઓ દિગ્ગજ અભિનેતા હતા. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને દુ:ખ થયું. બહુમુખી પ્રતિભા, રમુજી સ્વભાવ, ઉદારતા અને કરૂણતા બીજે ક્યાય જોવા નહીં મળે. તેમની ગેરહાજરીમાં ભારતીય સિનેમાને ગરીબીનો અનુભવ થશે. ભગવાન એમના આત્મને શાંતિ આપે.

