સની દેઓલની ‘ગદર 2’ માટે બૉક્સ-ઑફિસ પર કલેક્શનનું તોફાન આવ્યું છે.
‘ગદર 2’ને મળતા પ્રેમ માટે સૌનો ખૂબ જ આભાર માન્યો ધર્મેન્દ્રએ
સની દેઓલની ‘ગદર 2’ માટે બૉક્સ-ઑફિસ પર કલેક્શનનું તોફાન આવ્યું છે. આ ફિલ્મને મળતા પ્રેમ માટે ધર્મેન્દ્રએ સૌનો આભાર માન્યો છે. ફિલ્મની પ્રશંસા કરતા લોકો તેમના ઘરે ફૂલોનો ગુલદસ્તો અને અભિનંદન મોકલી રહ્યા છે. એનો ફોટો ધર્મેન્દ્રએ શૅર કર્યો છે. સાથે જ ‘ગદર 2’ લખેલું પણ દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ધર્મેન્દ્રએ કૅપ્શન આપી હતી, ‘ફ્રેન્ડ્સ, ‘ગદર 2’ને આપેલા તમારા પ્રેમાળ રિસ્પૉન્સ માટે બધાને ભરપૂર પ્રેમ. આશીર્વાદ અને તમારી શુભેચ્છાઓને કારણે ફિલ્મ બ્લૉકબસ્ટર
બની ગઈ છે.’