ધર્મેન્દ્રએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો હતો
ધર્મેન્દ્ર ફૅન સાથે
ફિલ્મસ્ટારોના ફૅન લાખો-કરોડોમાં હોય છે, પણ એમાંથી કોઈ ફૅમિલી-મેમ્બર જેવું બની જાય એવું ભાગ્યે જ જોવા મળે. ધર્મેન્દ્ર સાથે એવું થયું છે. ધર્મેન્દ્રએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં તેમની સાથે ફૅનમાંથી ફૅમિલી-મેમ્બર બનેલી એક વ્યક્તિ દેખાય છે. આ ફોટો સાથે ધર્મેન્દ્ર લખે છે : દોસ્તોં, ૨૩ સાલ પહલે અરુણ સોફ્તા નામ કા યે ડાઇહાર્ડ ફૅન મિલા થા... પ્યાર બઢતા ગયા બઢતા ગયા... આજ એક ફૅમિલી હો ચુકે હૈં... અરુણ ખૂબ જ પ્રેમાળ અને આનંદી માણસ છે, હું તેની સાથે રજાઓ માણી રહ્યો છું.

