Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `Gadar 2`થી સાવકા ભાઈ-બહેનો આવ્યા નજીક, ધર્મેન્દ્રએ વીડિયો શેર કરી હરખ વ્યક્ત કર્યો

`Gadar 2`થી સાવકા ભાઈ-બહેનો આવ્યા નજીક, ધર્મેન્દ્રએ વીડિયો શેર કરી હરખ વ્યક્ત કર્યો

Published : 14 August, 2023 01:14 PM | Modified : 14 August, 2023 01:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઈશા દેઓલે સાવકા ભાઈ સની દેઓલની ફિલ્મ `ગદર 2`નું સ્પેશલ સ્ક્રિનિંગ રાખ્યું હતું. આ તકે ઈશા દેઓલ, સની દેઓલ અને બૉબી દેઓલને સાથે જોઈને ધમેન્દ્ર ખુબ જ ખુશ થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે.

તસવીર: ઈશા દેઓલ ઈન્સ્ટાગ્રામ

Watch Video

તસવીર: ઈશા દેઓલ ઈન્સ્ટાગ્રામ


ફેન્સ સની દેઓલ (Sunny Deol)ની `ગદર 2` (Gadar 2)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તારા સિંહ અને સકીનાની આગળની વાર્તા `ગદર 2` (Gadar 2 film)માં બતાવવામાં આવી રહી છે, જે લોકોના દિલ જીતવામાં સફળ છે. ફિલ્મને માત્ર લોકો તરફથી જ નહીં પરંતુ દેઓલ પરિવાર તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. `ગદર 2`ની રિલીઝે દેઓલ પરિવારને એક કરી દીધો છે. સની દેઓલની બહેનો ઈશા અને આહાના ભાઈઓ સની અને બોબીની નજીક આવી છે. તાજેતરમાં વાયરલ થઈ રહેલા વીડિયો પર પાપા ધર્મેન્દ્ર (Dharmendra)એ પણ પ્રતિક્રિયા આપી છે. તે તેના ચાર બાળકોને એકસાથે જોઈને ખુબ ખુશ છે.


ધર્મેન્દ્ર ભાવુક થઈ ગયા



ખરેખર, ઈશા દેઓલ (Esha Deol)એ ફિલ્મ રિલીઝ થયા પછી `ગદર 2` (Gadar 2)નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ પ્રસંગે સની દેઓલ, બોબી દેઓલ, ઈશા દેઓલ અને આહાના દેઓલ ચારેય સાથે જોવા મળ્યા હતા. ચારેયને એકસાથે જોઈને માત્ર ચાહકો જ નહીં પાપા ધર્મેન્દ્ર પણ પોતાની ખુશી છુપાવી શક્યા નથી. ધર્મેન્દ્રએ ચાર ભાઈ-બહેનના વાયરલ વીડિયોને ટ્વિટ કરીને એક ઈમોશનલ નોટ શેર કરી છે. આ ટ્વીટમાં તેણે પોતાના દિલની વાત કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું, `મિત્રો, `ગદર 2` આટલી મોટી ફિલ્મ બનાવવા માટે હું તમને પ્રેમ કરું છું. એકતા એ મહાન આશીર્વાદ છે.`


ધર્મેન્દ્રએ એકતાની ઝલક બતાવી
આ ટ્વીટની સાથે ધર્મેન્દ્ર (Dharmendra)એ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સની દેઓલ, બોબી દેઓલ, ઈશા દેઓલ અને આહાના દેઓલ, ચારેય એકસાથે ઉભા છે અને પાપારાઝીની સામે ફોટા ક્લિક કરી રહ્યા છે. આ વીડિયોમાં આહાના દેઓલનો પુત્ર પણ જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં વીડિયોમાં દરેક લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ઈશા ભાઈ સની દેઓલને ગળે લગાવતી જોવા મળી રહી છે. જ્યારે બોબી પણ સની દેઓલને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે.


આવું 40 વર્ષમાં પહેલીવાર બન્યું છે

તમને જણાવી દઈએ કે, ઈશા દેઓલે સની દેઓલની ફિલ્મ `ગદર 2`નું સ્પેશિયલ સ્ક્રીનિંગ કર્યું હતું. 40 વર્ષમાં પહેલીવાર એવું જોવા મળ્યું, જ્યારે બહેનોએ સની દેઓલ માટે કંઈક ખાસ કર્યું હોય. સની દેઓલને બહેનોનું આ સરપ્રાઈઝ ખૂબ જ ગમ્યું. આ સાથે જ તેણે પિતા ધર્મેન્દ્રનું દિલ પણ જીતી લીધું છે.

લોકો ભાઈ-બહેનનો પ્રેમ પસંદ કરી રહ્યા છે

છેલ્લા કેટલાક દિવસોથી ઈશા આવી ઘણી પોસ્ટ કરી રહી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેના અને સની દેઓલના પરિવાર વચ્ચે કોઈ અંતર નથી. ભાઈ સની માટે બહેન ઈશાના પ્રેમને લોકો પસંદ કરી રહ્યા છે. ભૂતકાળમાં ઈશા દેઓલ (Esha Deol) સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નમાં હાજર રહી ન હતી, જેને લઈને ઘણા સવાલો પણ ઉભા થયા હતા, પરંતુ લગ્નના થોડા દિવસો બાદ જ ઈશાએ કરણ અને દ્રિષાને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ પછી તે સની દેઓલની ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર `ગદર 2`નું પ્રમોશન કરતી જોવા મળી હતી. આટલું જ નહીં, ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા તે સોશિયલ મીડિયા પર સની દેઓલની ફિલ્મ `ગદર 2` માટે ચીયર કરી રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2023 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK