નૅશનલ અવૉર્ડ વિનિંગ ડિરેક્ટર શ્રીરામ રાઘવન અને પ્રોડ્યુસર દિનેશ વિજન હવે વૉર-ડ્રામા ‘ઇક્કીસ’ લઈને આવી રહ્યા છે.
વૉર-ડ્રામા ‘ઇક્કીસ’માં દેખાશે ધર્મેન્દ્ર અને બિગ બીનો ગ્રૅન્ડ સન
નૅશનલ અવૉર્ડ વિનિંગ ડિરેક્ટર શ્રીરામ રાઘવન અને પ્રોડ્યુસર દિનેશ વિજન હવે વૉર-ડ્રામા ‘ઇક્કીસ’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનનો ગ્રૅન્ડ સન અગસ્ત્ય નંદા જોવા મળશે. ધર્મેન્દ્રની આજે ૮૬મી વરસગાંઠ હતી. આથી મેકર્સ દ્વારા આ દિવસે ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની લાઇફ પર આ ફિલ્મ આધારિત છે. તેઓ પરમવીર ચક્ર મેળવનાર સૌથી યુવાન હતા. આ ફિલ્મમાં ધર્મેન્દ્રની સાથે અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય પણ જોવા મળશે. શ્રીરામ રાઘવન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.