ધનુષની આગામી ફિલ્મ `કેપ્ટન મિલર`ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે અભિનેતાનો 40મો જન્મદિવસ છે. આ સરસ દિવસ પર ધનુષની આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
સૌજન્ય: યુટ્યુબ
સુપરસ્ટાર ધનુષ (Dhanush)ની આગામી ફિલ્મ `કેપ્ટન મિલર`ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે અભિનેતાનો 40મો જન્મદિવસ છે. આ સરસ દિવસ પર પર ધનુષની આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
સત્ય જ્યોતિ ફિલ્મના યુટ્યુબ પર ફિલ્મ `કેપ્ટન મિલર`નું ટીઝર મોડી રાત્રે શેર કરવામાં આવ્યું હતું. તે જ સમયે ફિલ્મના ટીઝરમાં ધનુષની એકદમ હાઈ ઓક્ટેન એક્શન જોવા મળી રહી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
ADVERTISEMENT
ફિલ્મ `કેપ્ટન મિલર`ના ટીઝરની વાત કરવામાં આવે તો તે 1.33 સેકન્ડનું ટીઝર છે. આ ટીઝર જોઈને ચાહકોમાં અનેરો ઉત્સાહ ફરી વળ્યો છે. ટીઝર વીડિયોની શરૂઆતમાં ધનુષને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી છે. કેટલાક વોન્ટેડના પોસ્ટર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ટીઝરમાં જોઈ શકાય છે કે જ્યારે ધનુષની એન્ટ્રી થાય છે પ્રવેશ ત્યારે તે તેના હાથમાં બંદૂક, લાંબા વાળ અને બિનિયાન સાથે ટ્રાઉઝર જોવા મળે છે. અભિનેતાનો આ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ સાથે ટીઝરમાં જોઈ શકાય છે કે ધનુષના હાથમાં કુહાડી છે અને તે એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ટીઝર ઉડતી ટ્રક, બંદૂકો અને અદ્ભુત એક્શનની સાથે હાઇ-વોલ્ટેજ ડ્રામાથી ભરેલું છે. આ ટીઝર લોન્ચ થયા પછી ફિલ્મને લઈને ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે આ ફિલ્મ અરુણ માથેશ્વરન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. સાથે જ આ ફિલ્મમાં આઝાદી પહેલાની કથા રજૂ કરવામાં આવી છે. ફિલ્મ ‘કૅપ્ટન મિલર’ સેંથિલ ત્યાગરાજન અને અર્જુન ત્યાગરાજન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં ધનુષ લીડ રોલમાં જોવા મળશે.
શિવરાજકુમાર, સંદીપ કિશન અને પ્રિયંકા મોહન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળવાના છે. ફિલ્મનું ટીઝર હાલ સોશિયલ મીડિયા (Social Networking Site) પર વાયરલ થઈ રહ્યું છે. તેની સાથે જ ચાહકો ફિલ્મ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધનુષની આગામી ફિલ્મ ‘કેપ્ટન મિલર’ 15 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ ટીઝર રીલિઝ થયું એ પહેલા અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું. એમ કહેવાતું હતું કે, ધનુષ તમિલ સિનેમામાં આગામી પ્રોજેક્ટ માટે સાની કાયધામ ફેમ ડિરેક્ટર અરુણ માથેશ્વરન સાથે હાથ મિલાવવા જઈ રહ્યો છે.
આ ઐતિહાસિક એક્શન-એડવેન્ચર ફિલ્મનું નામ `કેપ્ટન મિલર` રાખવામાં આવ્યું છે. હવે આ ફિલ્મનું મેકિંગ લાસ્ટ સ્ટેજ પર છે. આ ફિલ્મમાં ધનુષની સાથે પ્રિયંકા અરુલ મોહન મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત આ ફિલ્મમાં નાસર, એલન્ગો કુમારવેલ, સુદીપ કિશન, જોન કોકેન, એડવર્ડ સોનેનબ્લિક, નિવેદિતા સતીશ, વિનોથ કિશન, વિજી ચંદ્રશેખર, બાલા સરવનન, સુમેશ મૂરે જેવા ઘણા સ્ટાર કલાકારો સામેલ છે.

