ધનુષે તેની આગામી ફિલ્મ જેનું કામચલાઉ ટાઇટલ ‘DNS’ છે, એનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
DNS ની કાસ્ટ
ધનુષે તેની આગામી ફિલ્મ જેનું કામચલાઉ ટાઇટલ ‘DNS’ છે, એનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું મુહૂર્ત હૈદરાબાદમાં પૂજાવિધિ સાથે કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં તેની સાથે નાગાર્જુન અને રશ્મિકા મંદાના પણ જોવા મળશે. ફિલ્મને નૅશનલ અવૉર્ડ વિજેતા ડિરેક્ટર શેખર કમ્મુલા ડિરેક્ટ કરશે. શ્રી વેન્કટેશ્વર સિનેમા LLP એને પ્રોડ્યુસ કરશે. ફિલ્મના મુહૂર્તના ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરીને શ્રી વેન્કટેશ્વર સિનેમા LLPએ પોસ્ટ કર્યું કે ‘એક બ્લૉકબસ્ટર યાત્રાની શરૂઆત કરી છે, જેની સાથે દેશના લોકો પોતાને જોડી શકશે. ‘DNS’ની શરૂઆત પૂજાવિધિ સાથે થઈ છે. મહત્ત્વના દૃશ્યનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.’

