Dhanshu - Aishwarya Divorce: ચેન્નઈ કોર્ટમાં ડિવોર્સ ફાઇલ કર્યા છે
ઐશ્વર્યા અને ધનુષની ફાઇલ તસવીર
સાઉથના બ્યુટિફુલ કપલમાંના એક એટલે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત (Aishwaryaa Rajinikanth) અને ધનુષ (Dhanshu). પણ બે વર્ષ પહેલાં જ્યારે ઐશ્વર્યા અને ધનુષ (Dhanshu - Aishwarya Divorce)એ છૂટા પડ્યાં હોવાની જાહેરાત કરી ત્યારે ફેન્સ ખુબ હતાશ થયાં હતા. જોકે, એકબીજાથી છૂટા પડ્યાંના બે વર્ષ બાદ કપલે કોર્ટમાં ઓફિશ્યલી ડિવોર્સ ફાઇલ કર્યા છે.
પાવર કપલ, જેમના લગ્ન છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યા હતા, હવે તેઓએ હંમેશા માટે અલગ થવા માટે એક મોટું પગલું ભર્યું છે. રજનીકાંતની પુત્રી અને જમાઈ હવે છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. ઐશ્વર્યા રજનીકાંત અને અભિનેતા ધનુષ હવે સત્તાવાર રીતે તેમના સંબંધોનો અંત લાવી રહ્યા છે. વાસ્તવમાં, ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ કપલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે બંને અલગ થઈ રહ્યા છે. તેમ છતાં ક્યાંકને ક્યાંક ચાહકોને એક આશા હતી કે આજે નહીં તો કાલે આ બંને ફરી એક બીજાને મિસ કરશે અને અંતર કાપીને સાથે આવશે. જો કે ત્યારબાદ આ કપલે પોતાના ૧૮ વર્ષ જૂના લગ્નજીવનને તોડવાની વાત કરીને ચાહકોનું દિલ તોડી નાખ્યું હતું. તે જ સમયે, હવે તેના અંગત જીવનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. છૂટાછેડાની જાહેરાતના બે વર્ષ પછી, ધનુષ અને ઐશ્વર્યાએ ચેન્નઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. બંનેએ હવે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે.
ADVERTISEMENT
આ કપલ છેલ્લા બે વર્ષથી અલગ રહે છે. તે જ સમયે, હવે તેઓએ તેમના સંબંધોને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. ધનુષ અને ઐશ્વર્યાએ પરસ્પર સંમતિથી કોઈ પણ પ્રકારના આરોપો કે પ્રતિ-આક્ષેપ વિના અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમની અરજી અનુસાર, તેમના છૂટાછેડા પરસ્પર સંમતિથી લેવામાં આવશે અને આ મામલે કોર્ટમાં ટૂંક સમયમાં સુનાવણી થશે. બંને આ લગ્નનો અંત લાવવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલે તેમના સંબંધોને બચાવવા માટે ઘણી કોશિશ કરી અને થોડો સમય પણ આપ્યો પરંતુ તેમની વચ્ચે કંઈ બદલાયું નહીં.
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષના લગ્ન વર્ષ ૨૦૦૪માં ખૂબ જ ધામધૂમથી થયા હતા. તમને જણાવી દઈએ કે, બંનેએ લગ્ન કર્યા ત્યારે ઐશ્વર્યા ૨૩ વર્ષની હતી અને ધનુષ ૨૧ વર્ષનો હતો. તેમના લગ્નમાં ફેમસ સ્ટાર્સ અને પોલિટિશિયન્સ આવ્યા હતા. લગ્નના બે વર્ષ બાદ જ ઐશ્વર્યાએ પરિવારને ખુશખબર આપી, તેણે વર્હ ૨૦૦૬માં પુત્ર યાત્રા (Yatra Raja)ને જન્મ આપ્યો. થોડા સમય પછી એટલે કે વર્ષ ૨૦૧૦માં, ઐશ્વર્યાએ બીજા પુત્રને જન્મ આપ્યો, જેનું નામ લિંગ (Linga Raja) હતું. તેમના પરિવારની ગણતરી પરફેક્ટ ફેમિલીની યાદીમાં કરવામાં આવતી હતી. પરંતુ વર્ષ ૨૦૨૨માં અચાનક ઐશ્વર્યા અને ધનુષના છૂટાછેડાની જાહેરાતથી ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો.

