દેવોલીના ભટ્ટાચારજીનાં લગ્ન શાહનવાઝ શેખ સાથે થયા બાદ સોશ્યલ મીડિયામાં તેને વિવિધ સવાલ કરવામાં આવી રહ્યા છે
દેવોલીના ભટ્ટાચારજી
દેવોલીના ભટ્ટાચારજીનાં લગ્ન શાહનવાઝ શેખ સાથે થયા બાદ સોશ્યલ મીડિયામાં તેને વિવિધ સવાલ કરવામાં આવી રહ્યા છે. તેને પૂછવામાં આવ્યું કે તેનાં બાળકોનો ઉછેર હિન્દુ કે મુસ્લિમ રીતરિવાજ સાથે કરવામાં આવશે, એથી કંટાળીને હવે દેવોલીનાએ પોતાનું મૌન તોડ્યું છે. ટ્વિટર પર દેવોલીનાએ ટ્વીટ કર્યું હતું, ‘મારાં બાળકો હિન્દુ હોય કે મુસ્લિમ, તમે કોણ છો સવાલ પૂછનારા? બાળકોની એટલી જ ચિંતા હોય તો ઘણાંબધાં અનાથાશ્રમ છે, ત્યાં જઈને બાળકોને દત્તક લો અને તમારા હિસાબથી ધર્મ અને નામ નક્કી કરજો. મેરા પતિ, મેરા બચ્ચા, મેરા ધર્મ, મેરા નિયમ, આપ કૌન?’