અભિનેતા મોહિત રૈના(Mohit Raina)અને તેની પત્ની અદિતિ ત્રણ મહિના પહેલા માર્ચમાં માતા-પિતા બન્યા હતા. ત્યારે હવે મહાદેવ ફેમ અભિનેતાએ પોતાની લાડકી સાથે એક તસવીર શેર કરી છે.
મોહિત રૈના
અભિનેતા મોહિત રૈના(Mohit Raina)અને તેની પત્ની અદિતિ ત્રણ મહિના પહેલા માર્ચમાં માતા-પિતા બન્યા હતા. અભિનેતાએ તેની માહિતી સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. મોહિત-અદિતિના ઘરે નાની એન્જલના આગમનથી ખુશીઓ બમણી થઈ ગઈ છે. આ દરમિયાન હવે અભિનેતાએ તેની પ્રિય પુત્રી સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. તેણે આ ફોટો સાથે ખૂબ જ ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 માં અભિનેતા મોહિત રૈના( Mohit Raina) એ ગર્લફ્રેન્ડ અદિતિ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, જેને જોઈને ચાહકો ચોંકી ગયા હતા. મોહિત `દેવોં કે દેવ મહાદેવ`માં ભગવાન શિવની ભૂમિકા ભજવવા અને વિકી કૌશલ સ્ટારર `ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈક`માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. મોહિત રૈનાની દુનિયાભરમાં મોટી ફેન ફોલોઈંગ છે.
મોહિત રૈનાએ દીકરીનો ફોટો શેર કર્યો
ADVERTISEMENT
મોહિત રૈનાએ તેના ચાહકોને એક સુંદર સરપ્રાઈઝ આપ્યું છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર તેની નાની લાડકી સાથે ખૂબ જ સુંદર ફોટો શેર કરીને કેપ્શન પણ લખ્યું છે. આ ફોટામાં મોહિતે તેની દીકરીને ખોળામાં ઉભી કરી છે અને તેની સામે જોઈને હસતો દેખાઈ રહ્યો છે. મોહિતે આ વાયરલ ફોટામાં દીકરીનો ચહેરો નથી બતાવ્યો. કેપ્શનમાં લખ્યું, `હેપ્પી ફર્સ્ટ મોનસૂન માય ચાઈલ્ડ..` ફેન્સ અને સેલેબ્સ આ તસવીર પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ફોટો પોસ્ટ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે.
મોહિત રૈનાની કારકિર્દીની શરૂઆત
View this post on Instagram
અભિનેતા મોહિત રૈનાએ પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. `દેવો કે દેવ મહાદેવ`માં ભગવાન શિવના પાત્રથી તેમને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી. આ સિવાય `બંદિની`, `ચેહરા` અને `ચક્રવર્તી અશોક સમ્રાટ`માં તે તેના શ્રેષ્ઠ કામ માટે પણ જાણીતા છે. ટીવી એક્ટર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂક્યો છે. મોહિત રૈના છેલ્લે ડાયના પેન્ટી સાથે ફિલ્મ `શિદ્દત`માં જોવા મળ્યો હતો. તે વેબ સિરીઝ `કાફિર` અને `મુંબઈ ડાયરીઝ 26/11`માં પણ જોવા મળી ચૂક્યો છે. આ વેબ સીરિઝને ફિલ્મફેર OTT એવોર્ડ્સ 2022 માટે પણ નામાંકિત કરવામાં આવી છે.
મોહિત રૈના ટેલીવિઝનના જાણીતા ચહેરામાંના એક છે. મહાદેવ તરીકે પોતાના રોલ પછી વધુ જાણીતા થયા. મોહિતે અદિતિ શર્મા સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતાં. બાદમાં લગ્નની જાહેરાત કરતા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીર શૅર કરી હતી. જો કે, તેમના લગ્નના સમાચાર ફેલાવાની તરત પછી, તેમના ડિવૉર્સની અફવા પણ ઉડી હતી. પણ ગત વર્ષે ડિસેમ્બરમાં એક્ટરે તે બધી અટકળોને ફગાવી દીધી હતી. ત્યાર અભિનેતાની પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો.