Deva Teaser Release: શાહિદની જબરદસ્ત અને વિસ્ફોટક સ્ટાઈલ જોવા મળી હતી, જેનાથી લોકો વચ્ચે તેનો ઉત્સાહ વધી ગયો છે. નેટીઝન્સે શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ "દેવા"ના ટીઝરને "ટીઝર ઓફ ધ યર"નું બિરુદ આપ્યું છે.
શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘દેવા’
બૉલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની બહુપ્રતિક્ષિત આગામી ફિલ્મ દેવાનું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. ઝી સ્ટુડિયો (Deva Teaser Release) અને રૉય કપૂર ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મના બે શક્તિશાળી પોસ્ટરોએ ચાહકોને પહેલાથી જ ફિલ્મ દેવાની તીવ્ર દુનિયાની ઝલક આપી દીધી હતી. આ પોસ્ટરોમાં શાહિદની જબરદસ્ત અને વિસ્ફોટક સ્ટાઈલ જોવા મળી હતી, જેનાથી લોકો વચ્ચે તેનો ઉત્સાહ વધી ગયો છે. નેટીઝન્સે શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ "દેવા"ના ટીઝરને "ટીઝર ઓફ ધ યર"નું બિરુદ આપ્યું છે.
ગ્રાન્ડ ફૅન ઈવેન્ટમાં મોટી સંખ્યામાં ચાહકો ભેગા થયા અને ફિલ્મની ઉજવણી કરી ત્યારે દેવા વિશેનો તેનો ઉત્સાહ વધી ગઈ. આ પ્રસંગે શાહિદ કપૂરે (Deva Teaser Release) તેના ચાહકો સાથે હૃદય સ્પર્શી વાતચીત કરી હતી. તેણે ચાહકો તરફથી પ્રેમ અને સમર્થન મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો અને તેનો ઉત્સાહ પણ શૅર કર્યો છે. હવે ટીઝર સાથે દર્શકોને દેવાની વિસ્ફોટક અને ક્રેઝી દુનિયાની ઝલક જોવા મળી રહી છે. તેમાં મજબૂત ઍક્શન, અદભૂત ડાન્સ સિક્વન્સ અને શક્તિશાળી સ્ટોરીલાઇન જોવા મળી રહી છે, જેણે દરેકને ઉત્તેજના અને જિજ્ઞાસાથી ભરી દીધા છે.
ADVERTISEMENT
પોતાના બહુમુખી અભિનય માટે જાણીતો શાહિદ કપૂર દેવા સાથે કંઈક નવું કરવા જઈ રહ્યો છે. ટીઝર તેના તીવ્ર અવતારને માઇન્ડ બ્લોવિંગ તેવા સ્ટન્ટ્સ અને કાચા, અજોડ ઍક્શન સિક્વન્સ (Deva Teaser Release) સાથે બતાવે છે જે પ્રેક્ષકોને તેમની બેઠકોની ધાર પર રાખશે. હાઈ-સ્પીડ ચેઝ હોય કે વિસ્ફોટક લડાઈના દ્રશ્યો, ફિલ્મના ટીઝરમાં શાહિદની ભૂમિકા માટે તેની સખત મહેનત સ્પષ્ટપણે દેખાય છે. તેના શક્તિશાળી ડાન્સ મૂવ્સ પણ ફિલ્મના ઉત્સાહમાં વધારો કરે છે.
બૉલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના વારસાને (Deva Teaser Release) લઈને દેવા એક નવો લૂકમાં છે, જેમાં શાહિદ કપૂર તેમની પ્રભાવશાળી છબીને આધુનિક ટ્વિસ્ટ સાથે રજૂ કરે છે. મલયાલમ ફિલ્મ દિગ્દર્શક રોશન એન્ડ્રુઝ દ્વારા દિગ્દર્શિત અને ઝી સ્ટુડિયો અને રૉય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્મિત દેવા, એક ઝડપી અને વિસ્ફોટક ઍક્શન થ્રિલર છે. આ ફિલ્મ 31 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થવાની છે.
શાહિદ કપૂરની ઍક્શન-થ્રિલર ફિલ્મની રિલીઝ-ડેટ (Deva Teaser Release) જાહેર થઈ હતી. શાહિદ સાથે પૂજા હેગડે અને પવૈલ ગુલાટીને ચમકાવતી ‘દેવા’ વર્ષ 2025માં ૩૧ જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. મલાયલમ ફિલ્મોના હિટ ડિરેક્ટર રોશન ઍન્ડ્રયુઝે આ ફિલ્મ દિગ્દર્શિત કરી છે અને વિદ્યા બાલનના પતિ સિદ્ધાર્થ રૉય કપૂરે એને પ્રોડ્યુસ કરી છે.