Dev Anand 100th Birth Anniversary : આ અભિનેતા તેમના જીવનમાં ત્રણ મહિલાઓને પ્રેમ કરતા હતા. તેમનો પ્રથમ પ્રેમ એટલે સુરૈયા, બીજો પ્રેમ એટલે તેમની પત્ની કલ્પના કાર્તિક અને ત્રીજો પ્રેમ એટલે જ બોલિવૂડ સ્ટાર ઝીનત અમાન.
દેવ આનંદ સાથે સુરૈયા અને ઝીનત અમાન
આજે એટલે કે 26મી સપ્ટેમ્બરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવરગ્રીન એક્ટર દેવ આનંદનો 100મો જન્મદિવસ (Dev Anand 100th Birth Anniversary) છે. દેવ આનંદ તેમની રોમેન્ટિક ફિલ્મો અને ગીતો માટે તો પ્રખ્યાત હતા જ સાથે તેઓ તેમના અંગત જીવનમાં પણ એટલા જ રોમેન્ટિક હતા. આ સાથે એ વાત પણ કહેવી પડે કે તેઓએ 2008માં તેમના પ્રેમ વિષે કબૂલાત કરી હતી. જો કે, તેણે એ પણ ઉમેર્યું હતું કે તેઓ માટે હંમેશા પ્રેમમાં રહેવાનો અર્થ એ નથી કે સ્ત્રીઓ સાથે સૂવું.
દેવ આનંદ તેમના જીવનમાં (Dev Anand 100th Birth Anniversary) ત્રણ મહિલાઓને પ્રેમ કરતા હતા. તેમનો પ્રથમ પ્રેમ એટલે સુરૈયા, બીજો પ્રેમ એટલે તેમની પત્ની કલ્પના કાર્તિક અને ત્રીજો પ્રેમ એટલે જ બોલિવૂડ સ્ટાર ઝીનત અમાન. આવો આ ત્રણેય અભનેત્રીઓ સાથેના દેવ આનંદના પ્રેમ વિષે જાણીએ.
ADVERTISEMENT
દેવ આનંદ અને સુરૈયાએ 40ના દાયકામાં ફિલ્મોમાં સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે જ્યારે દેવ આનંદે સુરૈયાને એક ગીતના શૂટિંગ દરમિયાન નદીમાંથી બચાવી હતી. આ બાદ જ બંને પ્રેમમાં પડ્યા હતા. તેઓ જ્યારે ફિલ્મ વિદ્યા માટે ‘કિનારે કિનારે ચલે..’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે વિદ્યા બોટમાંથી લપસી પડી હતી અને તેને બચાવવા માટે દેવ આનંદ તળાવમાં કૂદી પડ્યા હતા.
જોકે, સુરૈયાથી અલગ થયા પછી દેવ આનંદ સહ-અભિનેત્રી કલ્પના કાર્તિકના પ્રેમમાં પડ્યા હતા. ત્રણ વર્ષ પછી તેઓએ લગ્ન કર્યા હતા. તેઓએ પહેલીવાર ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેઓએ 1954માં લગ્ન કર્યા અને તેઓને બે સંતાનો પુત્ર સુનીલ આનંદ અને પુત્રી દેવીના થયા.
આ સાથે જ દેવ આનંદના 100મા જન્મદિવસે (Dev Anand 100th Birth Anniversary) જાણીએ કે તેમના જીવનમાં ત્રીજી કોઈ અભિનેત્રીનું નામ જોડાયું હોય તો એ છે ઝીનત અમાન. દેવ આનંદ તેમની ફિલ્મ ‘હરે રામા હરે ક્રિષ્ના’ પર સાથે કામ કરતી વખતે ઝીનત અમાનના પ્રેમમાં પડ્યા હતા. આ માટેનો એક પુરાવો એટલે તેમની આત્મકથા ‘રોમાન્સિંગ વિથ લાઈફ’માં દેવ આનંદ લખે છે કે, “જ્યારે પણ અને જ્યાં પણ ઝીનતની વાત કરવામાં આવતી તો એ મને ગમતું. અને જ્યારે પણ અને જ્યાં પણ અમે બંને ચર્ચા ચર્ચા કરતાં તો એ ખુશ જણાતી હતી. અમે એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા. અચાનક, એક દિવસ મને લાગ્યું કે હું ઝીનતના ખૂબ પ્રેમમાં છું - અને હું તેને આ વિષે કહેવા માંગુ છું.”
તો એકવાર ઝીનત અમાને કહ્યું હતું કે, `જ્યારે પણ હું મારા બોલિવુડ કરિયરને જોઉં છું, ત્યારે મને સમજાય છે કે તે દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદ (Dev Anand 100th Birth Anniversary)નો સુવર્ણ યુગ હતો. આ સ્ટાર્સે હિન્દી સિનેમાનો રસ્તો બતાવ્યો. દેવ સાહેબે મને પહેલેથી જ લોન્ચ કરી દીધી હતી.”