આ બન્નેને ૨૮ ઑક્ટોબર પહેલાં કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું છે.
હંસલ મેહતા
હંસલ મહેતાને તેની આગામી ફિલ્મ ‘ફરાઝ’ માટે દિલ્હી હાઈ કોર્ટે સમન્સ મોકલ્યા છે. આ ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ બન્નેને ૨૮ ઑક્ટોબર પહેલાં કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું છે.
આ ફિલ્મ ૨૦૧૬માં થયેલા આતંકવાદી હુમલા પર આધારિત છે. આ હુમલાના પીડિત બે વ્યક્તિઓ તારીશી જૈન અને અબિન્તા કબીરે આ કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે આ ફિલ્મનું નામ તેમની બેસ્ટ ફ્રેન્ડ ફરાઝના નામે રાખવામાં આવ્યું છે. તેના પરિવારની જાણ બહાર આ નામ રાખવામાં આવ્યું છે. એથી તેમની માગણી છે કે ફિલ્મનું નામ ફરાઝ ન રાખવામાં આવે કેમ કે આ હુમલામાં ફરાઝે જીવ ગુમાવ્યો છે.
અપીલકર્તાના વકીલે આ ફિલ્મની સ્પેશ્યલ સ્ક્રીનિંગ માટે માગણી કરી છે. ૨૦૧૬માં બાંગલા દેશમાં આવેલા હોલી આર્ટિસન કૅફે પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. એ ઘટનામાં કેટલાય નિર્દોષોનો ભોગ લેવાયો હતો.